કલોલમાં GMના ઇન્સ્પેક્શનમાં સ્ટેશન રોડ પરથી કેબિનો હટાવવા મુદ્દે મહત્વની ચર્ચા કરાઈ
કલોલ શહેરના વિકાસ અને મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને આજે પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર (GM) તેમજ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) દ્વારા કલોલ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે કલોલના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા રેલવે અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલોલ માટે મહત્વની એવી 7 જોડી ટ્રેનોના સ્ટોપેજ આપવા અંગે માંગણી કરી હતી.
આ તકે કલોલના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓએ અધિકારીઓ સમક્ષ કલોલના પેસેન્જરોની સુવિધા માટે સાત જેટલી મહત્વની ટ્રેનોના સ્ટોપેજની માંગ કરી છે.”
આ મુલાકાતનો સૌથી મહત્વનો મુદ્દો સ્ટેશન રોડ પર આવેલ કેબિનો અને દબાણો હટાવવાનો રહ્યો હતો. હાલમાં આ કેબિનોને કારણે સ્ટેશન વિસ્તારમાં સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. દબાણો દૂર થવાથી મુસાફરોની અવરજવર સરળ બનશે અને ટ્રાફિકથી કાયમી મુક્તિ મળશે. સ્ટેશનની બહાર આવેલી જૂની કેબિનો હટાવવામાં આવે, તો રેલવે સ્ટેશનનો દેખાવ અત્યાધુનિક અને સુંદર બનશે.
