છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો

છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો

Share On

અગાઉ કેસમાં મારું નામ કેમ લખાયું તેમ કહી યુવકને છરી બતાવી ડરાવવામાં આવ્યો…..

કલોલ તાલુકાના છત્રાલમાં અગાઉના કેસમાં મારું નામ કેમ લખાવ્યું તેમ કહી યુવાનને છરી બતાવીને ધમકાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાડીમાં આવેલ શખ્સ દ્વારા યુવાનને જાતિ વિષયક અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, છત્રાલ ગામના નડીયા વાસમાં રહેતા અને પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન જતીનકુમાર નડીયા ગત તારીખ ૩૧/૦૧/૨૦૨૩ના રોજ દંતાણીવાસમાં બોરનું પાણી આવતું ન હોવાથી બોર ચેક કરવા માટે પહોંચ્યા હતા. બોર ચેક કર્યા બાદ જતીનભાઈ તેમની બાઈક લઇને મહાકાળી કિરાણા સ્ટોરની સામે ઊભા હતા. તે સમયગાળા દરમિયાન ગાડી લઈને આવેલ ઇસ્તિયાક ઉસ્માનમિયાં નામના શખ્સે ગાડીમાંથી ઉતરી જતીનભાઈને જેમફાવે તેમ અપસબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતુ. તેમજ અગાઉના કેસમાં મારું નામ કેમ લખાવ્યું તેમ કહી છરી બતાવીને જતીનને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલ જતીનભાઈએ પોતાના બચાવ અર્થે બાજુમાં પડેલ લોખંડનું પતરું હાથમાં લઇ સ્વબચાવ કર્યો હતો.ધમકી આપ્યા બાદ ઇસ્તિયાક ગાડી લઈને પલાયન થઈ ગયો હતો.

વધુમાં બોર ઓપરેટર મહેન્દ્ર ભાઈએ જતીનને જણાવ્યું હતું કે થોડાક દિવસ અગાઉ આજ યુવક તેને મળ્યો હતો, અને જણાવ્યું હતું કે જતીનને હું કોઈક દિવસ મારી નાખીશ. આ સાંભળીને જતીન ગભરાઈ ગયો હતો. જેથી ગભરાયેલા જતીનભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇસ્તિયાક ઉસ્માનમિયા નામના યુવક વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે ગણતરીના સમયમાં ધમકી આપનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર