ધનસુરામાં શહીદોના નામે વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ

ધનસુરામાં શહીદોના નામે વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ

Share On

વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ

જન જાગૃતિ કેળવણી મંડળ દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધનસુરા ખાતે શહીદો અને કોરોના વોરિયર્સના નામે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી. જેમાં ધનસુરા ભાજપ સંગઠનના હોદ્દેદારો પ્રમુખ જગદીશ ભાઈ ગોર, મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ અનું. જાતિ. મોરચા પ્રમુખ અમૃતભાઈ રાઠોડ અને પૂર્વ પ્રમુખ અનિલભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યું હતું.

જન જાગૃતિ કેળવણી મંડળ કલોલ તરફથી વૃક્ષો અને ટ્રી ગાર્ડ વિનામૂલ્યે આપી એનું રક્ષણ કરવા  પ્રમુખ ડૉ. એચ. કે. સોલંકીએ જણાવ્યું હતું.આ પ્રસંગે ડૉ. આર. એન. પરમાર, વિનુભાઈ અને કનુભાઈ ભાંભી વગેરેએ હાજર રહી  શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે એક એક વૃક્ષ વાવ્યું હતું

.વૃંદાવન સોસાયટીના મુખ્ય માર્ગ પર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો રોપી એની જવાબદારી પ્રદીપ, ચિરાગ વગેરે યુવાનોને રાષ્ટ્રીય ભાવના કેળવાય તે હેતુથી સોંપવામાં આવી હતી. ધનસુરા બારગામના પ્રમુખ જે. એસ. પ્રિયદર્શી અને મોડાસા રોહિત સમાજના  મંત્રી જે. ડી. પરમારે  પણ વૃક્ષો રોપ્યા હતા.

વેપારી મથક હોવા છતાં કલોલને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ નહીં 

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર 

ગુજરાત સમાચાર