કલોલમાં અષાઢી માહોલ,ગાજવીજ સાથે ભારે વરસાદ,અનેક જગ્યાએ ભરાયા પાણી 

કલોલમાં અષાઢી માહોલ,ગાજવીજ સાથે ભારે વરસાદ,અનેક જગ્યાએ ભરાયા પાણી 

Share On

કલોલમાં અષાઢી માહોલ,ગાજવીજ સાથે ભારે વરસાદ,અનેક જગ્યાએ ભરાયા પાણી

કલોલમાં સાડાચાર વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો હતો. જોતજોતાંમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. કાળાં ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગ દ્વારા 40 કિલોમીટર પ્રતિ કલાક્ની ઝડપે પવનો સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ભારે વરસાદને પગલે કલોલમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા કેટલાય વાહન ચાલકોના વાહન બંધ થઇ જતા દોરીને લઈ જવાની ફરજ પડી હતી. કલોલ ધોધમાર વરસાદને પગલે વાતવરણમાં ઠંડક પણ ફેલાઈ ગઈ હતી.

કલોલમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રહી

છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અને ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ગયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર