કલોલમાં એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ઇસમને ઝડપી લીધો
કલોલ શહેરમાંથી ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. ગાંધીનગર એસઓજી દ્વારા કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ તેની પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
એસઓજીને મળેલ બાતમી અનુસાર કલોલના રહીમપુરા વિસ્તારમાં રહેતો લાલમહંમદ ઇબ્રાહિમભાઈ અજમેરી પોતાના મકાનમાં મંજૂરી વગર ગેરકાયદે ગાંજાનો વેપાર કરે છે. જેથી પોલીસ ત્રાટકી હતી. પોલીસે આરોપી પાસેથી 0.917 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજાની કિંમત 9170 રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે કુલ 9670 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.