કલોલમાં પાણીની ટાંકી ફાટતા મકાનનો સ્લેબ તૂટી પડ્યો
કલોલના વર્ધમાન નગરમાં વાવાઝોડાને કારણે એક મકાનની છત તૂટી પડી હતી. ભારે પવન ફૂંકાતા મકાન ઉપર રહેલ પાણીની ટાંકી ફાટી ગઈ હતી. આ પાણીની ટાંકી ફાટવાના કારણે નીચેના રૂમમાં લેબ ધરાશાય થઈ ગયો હતો. તેમજ પાણી ઘરમાં ઘૂસી આવ્યું હતું જેને કારણે મકાન માલિકે નગરપાલિકામાં પોતાના મકાનને થયેલ નુકસાન બાબતે રજૂઆત કરી હતી.
કલોલમાં ભારે પવનથી વૃક્ષો પણ પડી ગયા હતા.આ ઉપરાંત વીજ પોલ પડી જતા વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટના અને પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના વર્ધમાન નગર વિસ્તારમાં ભારે પવનને કારણે પાણીની ટાંકી ફાટી ગઈ હતી. જેને કારણે રૂમનો સ્લેબ તૂટીને નીચે પડ્યો હતો. સદનસીબે રૂમમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઇ નહોતી. ટાંકી ફાટવાને કારણે પાણી રસોડામાં ઘુસી જતા નુકશાન થયું હતું, જેને પગલે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.