કલોલ માં પતંગ ની દોરી વધુ ઘાતક બની : યુવાન નો જીવ લીધો

કલોલ માં પતંગ ની દોરી વધુ ઘાતક બની : યુવાન નો જીવ લીધો

Share On

અન્ય એક બનાવ માં ૬ વર્ષ ની બાળકી પણ પતંગ ની દોરી વાગતા ઘાયલ થઈ હતી…….

કલોલ માં આજરોજ સવારે એક યુવાન કલોલ થી છત્રાલ તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન કલોલ મહેસાણા હાઇવે પર ચાલુ બાઇક માં પતંગ ની દોરી યુવાન ના ગળા પર વિંટાઈ જતાં યુવાન નું ઘટના સ્થળે મોત થયું હતું.

મળેલ માહિતી અનુસાર, કલોલ માં એક યુવાન નું પતંગ ની દોરી ને કારણે ગળું કપાઈ જવા થી મોત નીપજ્યું હતું. આજ રોજ સવારે અશ્વિન ભાઈ ગઢવી તેમનું બાઈક લઇ ને કલોલ થી છત્રાલ તરફ જઈ રહ્યા હતા. તે દમિયાન અંબિકા સ્ટેન્ડ નજીક અશ્વિન ભાઈ ને ચાલુ બાઈક પર કપાયેલ પતંગ ની દોરી ગળા પર વિટળાઈ ગઈ હતી. જેથી અશ્વિન ભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા. તેમજ તેમના ગળા પર ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જેથી પોલીસે મૃતક ની લાશ નું પોસ્મોટમ કરાવી અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવ માં ૬ વર્ષીય બાળકી પણ પતંગ ની દોરી ને કારણે ઇજાગ્રસ્ત થઈ હતી.

જ્યારે અન્ય એક બનાવ માં એક બાળકી પણ અંબિકા સ્ટેન્ડ પાસે દોરી વાગતા ઇજાગ્રસ્ત થઇ હતી. ઈજાગ્રસ્ત બાળકી નું નામ મહેક દીપક ભાઈ ચાવડા છે. જે પોતાના માતા પિતા સાથે કડી પ્રસંગ નિમિતે એક્ટિવા પર જઈ રહી હતી. તે દરમિયાન પતંગ ની ઘાતક દોરી ચાલુ એક્ટિવા પર બાળકી ને વીંટળાઈ જતા મહેક ને હોઠ ની ઉપર ઈજાઓ પહોંચી હતી. હાલ બાળકી ની હાલત સ્થિર હોવા ની માહિતી મળી છે. કલોલ માં પતંગ ની દોરી ને કારણે એક યુવાન નું મૃત્યુ તેમજ અન્ય એક બાળકી પ્રાણ ઘાતક દોરી ને લીધે ઇજાગ્રસ્ત થતાં કલોલ માટે વાસી ઉત્તરાયણ ખૂબ જ ભારે સાબિત થઇ હતી.

કલોલ સમાચાર