દારૂડિયા પતિને પકડાવી દીધો
કલોલ : કલોલમાં આવેલ એક સોસાયટીમાં દારૂડિયા પતિને એક પત્નીએ પોલીસને હવાલે કરી દીધો હતો. આરસોડીયામાં આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાએ તાલુકા પોલીસ મથકમાં અરજી આપીને પોતાના પતિને પકડાવી દીધો હતો. પતિ દારૂ પીને લવરી-બકવાટ તેમજ ધમાલ કરતો હોવાથી આખરે ત્રાસીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ અરજી આપી હતી.
આ ઘટનાની વિગત અનુસાર પોલીસકર્મી સઇજ બીટ ખાતે હાજર હતા તે દરમ્યાન એક મહિલાએ અરજી આપેલ કે પોતાના પતિ દારૂ પીધેલ હાલ પોતાના ઘરે હાજર છે તેવી અરજી આપતા તેઓના ઘરે જતા તેઓના ઘરે તેમના પતિ હાજર હોય જેઓ દારૂ પીધેલ હાલતમાં પકડેલ છે, તેને પકડી લઈ બે પં ચોના માણસો બોલાવી હકીકતથી વાકેફ કર્યા હતા.
જેથી સદરી હેમંતકુમાર વિનોદભાઈને પાસ પરમીટ પોતાનો વાસનો નોકે દારૂ પીધેલ હાલતમાં લથડીયા ખાતો લવરી-બકવાટ કરતો મળી આવેલ હોઈ પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ ફરિયાદ નોંધી છે.આમ પોતાના પતિની દારૂ પીવાની ટેવથી ત્રાસેલ મહિલાએ જ પોલીસ ફરિયાદ માટે જાતે આગળ આવતા અનેક અન્ય મહિલાઓને તાકાત મળશે તેમજ સમાજમાં દાખલો બેસાડ્યો છે.