કલોલનું અંબિકા ગરનાળું પહોળું કરવા તંત્ર શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે ?

કલોલનું અંબિકા ગરનાળું પહોળું કરવા તંત્ર શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે ?

Share On

કલોલનું અંબિકા ગરનાળું પહોળું કરવા તંત્ર શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે ?

BY પ્રશાંત લેઉવા 

 

કલોલ ખાતે  અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ અંબિકા ગરનાળું સાંકડું પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળાને પહોળું કરવા શહેરવાસીઓ માંગ કરી રહ્યા છે. આ બાબતને લઈને છેક મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કામગીરી શરુ થઇ નથી. થોડા વર્ષ અગાઉ તત્કાલીન નાયબ મુખ્યમંત્રીએ કલોલના અંબિકા નગર ગરનાળાને પહોળું કરવાની જાહેરાત કરી હતી.

કલોલ હાઈવે નીચે આવેલ અંબિકા ગરનાળું શહેર અને પંચવટી વિસ્તારને એકબીજા સાથે જોડે છે.અહીં દૈનિક હજારો વાહનો પસાર થાય છે. ગરનાળું એકદમ સાંકડું હોવાથી વાહન ચાલકોને પસાર થવામાં સમસ્યા સર્જાય છે. આ ગરનાળાની ડિઝાઇન જ ખામીયુક્ત હોવાથી અહીં અકસ્માત થવાનું જોખમ પણ રહેલ છે. સવાર અને સાંજ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોવાથી અહીં ટ્રાફિક જામ થઈ જતો હોય છે. સતત ટ્રાફિક જામને કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ તકલીફ પડે છે. ગરનાળું પહોળું કરવા માટે તંત્રને સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે.

કલોલની વચ્ચે જ આ ગરનાળું આવેલ હોવાથી નાના મોટા તમામ વાહનો અહીંથી પસાર થતા હોય છે. પંચવટી વિસ્તારના આશરે 40 હજારથી વધુ લોકો કલોલ શહેરમાં પ્રવેશ મેળવવા આ નાળાનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત હાઇવે પરનો વાહન વ્યવહાર સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવે ત્યારે ગરનાળા પાસે વાહનોની લાંબી કતાર લાગી જતી હોય છે. વાહન ચાલકો આ સમસ્યાથી કંટાળી ગયા છે જેથી ઝડપથી તેને પહોળું કરવાની કામગીરી હાથ ધરાય તે ઇચ્છનીય છે.

કલોલ સમાચાર