જીજ્ઞેશ મેવાણીને કોર્ટે કેમ 3 માસની સજા ફટકારી, હવે શું થશે વાંચો

જીજ્ઞેશ મેવાણીને કોર્ટે કેમ 3 માસની સજા ફટકારી, હવે શું થશે વાંચો

Share On

જીજ્ઞેશ મેવાણીને કોર્ટે કેમ 3 માસની સજા ફટકારી, હવે શું થશે વાંચો

વર્ષ 2017 માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કરવામાં આવેલી ‘આઝાદી કુચ’માં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિત કુલ 10 આરોપીઓને મહેસાણાની કોર્ટ દ્વારા 3 માસની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફરમાવવામાં આવી હતી.

કુલ 12 આરોપીઓ પૈકી 1 આરોપીનું મરણ થયેલ છે અને અન્ય આરોપી ભાગેડુ છે. આ સજાને લઈને સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મેવાણીએ આ બાબતે જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં સંઘર્ષ ચાલુ જ રહેશે. જે બાબતની લડત ચલાવી હતી તે સફળ થઈ છે અને દલિત પરિવાર આજે જમીન ખેડી રહ્યો છે. આઝાદી કૂચને મંજૂરી નહોતી આપવામાં આવી તેમ છતાં રેલી કઢાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

જેલમાંથી છૂટ્યા પછી મેવાણીએ શું લલકાર કર્યો ? કોર્ટે પોલીસને ઝાટકી 

ગુજરાત સમાચાર