જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો
ગુજ્રરાતમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની ત્રિપુટીએ ધમાલ મચાવી દીધી હતી. પરંતુ અલ્પેશ અને હાર્દિકની પોતાની અંગત મહ્ત્વકાંક્ષાઓને કારણે પ્રજામાં તેમનો આધાર હતો તે ખોઈ બેઠા છે. ઘડીકમાં કોંગ્રેસ અને ઘડીકમાં ભાજપ કરતા હાર્દિક અને અલ્પેશની લોકપ્રિયતા હવે સાવ તળિયે બેસી છે તો બીજી તરફ જીજ્ઞેશ મેવાણીની લોકપ્રિયતામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
જીજ્ઞેશ મેવાણી ભાજપ સામે લડતા હતા અને લડતા રહેશે, ઝુકશે નહીં આ નિવેદન બાદ લોકોમાં તેમના પ્રત્યે વિશ્વાસ વધી ગયો છે. આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ તેમના તરફે લોકજુવાળ ઉઠ્યો હતો જેને કારણે ભાજપ સરકાર ફફડી ગઈ છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર હવે ભાજપની ટિકિટ પર લડવાની તૈયારીમાં છે તો હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેનું કઈ નક્કી નથી. મેવાણીએ કોંગ્રેસ અને સમાજ સાથે મજબૂત સંબંધો બનાવી દીધા છે. મેવાણીની એક હાકલ પર કોંગ્રેસ અને દલિત સમાજ બંને તેમની પડખે આવીને ઉભા રહે છે.
જેલમાંથી છૂટ્યા પછી મેવાણીએ શું લલકાર કર્યો ? કોર્ટે પોલીસને ઝાટકી
હાર્દિકની વિદાય બાદ જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં મોટું પદ મળી શકે છે. તેમને ગુજરાત પ્રદેશ અથવા રાષ્ટ્રીય લેવલે પ્રમોટ કરી તેમની હોંશિયારી અને લોકપ્રિયતાનો લાભ કોંગ્રેસ લઇ શકે તેમ છે. બીજી તરફ હવે અન્ય બે નેતાઓ પાસે એટલો મોટો જનાધાર રહ્યો નથી. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તો પક્ષ અને પાટીદાર સમાજમાંથી વિરોધનો મોટો સુર ઉભો થવાની શક્યતા છે. જો તે આમ આદમી પાર્ટીમાં જોડાય તો કોંગ્રેસને નુકશાન થઇ શકે છે. બીજી તરફ મેવાણી હવે સમગ્ર રાજ્ય અને દેશમાં કોંગ્રેસ માટે ઉભરતો ચહેરો બની ચુક્યા છે.