શ્રમિકોને વેતનના 7.70 કરોડ રૂપિયા અપાવવા જીજ્ઞેશ મેવાણી મેદાને

શ્રમિકોને વેતનના 7.70 કરોડ રૂપિયા અપાવવા જીજ્ઞેશ મેવાણી મેદાને

Share On

 મેવાણી શ્રમિકોને વેતન ના ચુકવાતા ક્યાં પહોંચ્યા ?

સરકાર મનરેગાની ઊંચી ઊંચી વાતો તો કરે છે પરંતુ તેમાં કામ કરનાર શ્રમિકોને વેતન નથી આપી શકતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ સહીતના તાલુકાઓમાં મનરેગા હેઠળ શ્રમિકોને વેતનની ચુકવણી કરાઈ નથી. જેને અનુલક્ષીને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આંદોલન શરુ કર્યું છે.શ્રમિકોને વેતનના 7.70 કરોડ રૂપિયા અપાવવા જીજ્ઞેશ મેવાણી મેદાને પડયા છે.

વર્તમાન કોરોનાકાળમાં ઘણા લોકોનો નોકરી-ધંધો છીનવાઈ ગયો છે જેના પરિણામ સ્વરૂપ મનરેગામાં મજૂરી કરવી પડી રહી છે. વધતી મોંઘવારી છેલ્લા બે માસથી મનરેગામાં કામ કરી રહેલ લાખો લોકોને વેતન ચૂકવવામાં આવ્યું નથી. આ સંજોગો જોતા જીજ્ઞેશ મેવાણીએ આજે પાલનપુર કલેકટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે. તેઓએ તાત્કાલિક ધોરણે મનરેગાના શ્રમિકો વેતન ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

 

છેલ્લા અઢી મહિનાથી મનરેગા હેઠળ કામ કરતાં લોકોને વેતન ચૂકવાયું નથી. અપક્ષ MLA જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડગામ તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતાં મજૂરોને 1 કરોડ રૂપિયાનું વેતન ચૂકવવાનું બાકી છે. અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાની વાત કરી તો સાત કરોડથી પણ વધુ રકમનું વેતન મનરેગા હેઠળ કામ કરતાં મજૂરોને હજુ ચૂકવવાનું બાકી છે.

અત્રે નોંધનીય છે કે મનરેગા ક્ષેત્રે જીજ્ઞેશ મેવાણીનું વડગામમાં નોંધનીય કામ રહ્યું છે. દરેક ગામડાઓમાં જાતે ફરીને બેરોજગાર લોકોને રોજગારી અપાવી છે.મનરેગા સંસદનો અધિનિયમ છે, જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ 2જી ફેબ્રુઆરી, 2006ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.

Video : કલોલ ચીફ ઓફિસરની દાદાગીરી,પત્રકારને ધમકી આપી માઈક તોડ્યું

ફાયદાની વાત: સેફ્ટી અને સિક્યોરિટી પણ: આ રીતે કમાવો દર વર્ષે 1 લાખ રૂપિયા, ગેરન્ટી સરકારની

ગુજરાત સમાચાર