પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ફોટો એક્ઝિબિશન યોજ્યું
ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશનના માસ્ટર ઇન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ દ્વારા યુથ ફેસ્ટિવલમાં ઈમોશન થીમ આધારિત ફોટો એક્ઝિબિશન નું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.
આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ. વી.કે ચાવડા, ડાયરેક્ટર ઓફ યુથ વેલફેરએ સ્થાન શોભવ્યું હતું. ડૉ. વિક્રમ પંચાલ, પ્રોફેસર ઓફ કેમેસ્ટ્રી, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા ડૉ. સોનલ પંડ્યા, ડૉ. ભૂમિકા બારોટ,ડૉ. કોમલ શાહ, જાણીતા નાટ્યકાર અર્ચન ત્રિવેદી અને ફોટોગ્રાફી એક્ઝિબિશનનાં માર્ગદર્શક ચેતન ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.
વિદ્યાર્થીઓએ યુથ ફેસ્ટિવલ દરમિયાન યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ યુગમ 2022 થીમ પર આધારિત ફોટોગ્રાફી એકઝિવેશનનો મુખ્ય વિષય ‘ઇમોશન’ હતો. જેમાં યુથ ફેસ્ટ દરમ્યાન યોજાયેલ વિવિધ ઇવેન્ટમાં રજૂ થયેલ પ્રેમ, પીડા, હાસ્ય સહિતની લાગણીઓ કેમેરામાં આબાદ ઝડપી લેવાઈ હતી. જેને કારણે તસવીરોમાં ભરપૂર વિષય વૈવિધ્ય જોવા મળ્યું હતું. આ એક્ઝિબિશનમાં કુલ 50 ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 25 કલર ફોટોગ્રાફ અને 25 બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ હતા.
ડૉ. વી.કે ચાવડાએ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ એક્ઝિબિશનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની શીખવવામાં આવે છે એમની અંદર જ્ઞાન નાખવામાં આવે છે જ્યારે યુથ ફેસ્ટમાં અંદરની પ્રતિભાને બહાર કાઢવામાં આવે છે”. વિદ્યાર્થીઓના કામથી પ્રભાવિત થયેલા ડૉ. ચાવડાએ ડેઝર્ટ કેમ્પિંગમાં ફોટોગ્રાફી કરવાની વિશેષ તક આપવાનું કહ્યું હતું.
વિભાગના અધ્યક્ષ ડો. સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓ દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્યું છે.” એજ્યુકેશનમાં પ્રોસેસ નહીં પરંતુ રીઝલ્ટ મહત્વનું છે તેમણે યુથ ફેસ્ટિવલ વિશે બોલતા ઉમેર્યું હતું કે “આ ઇતર પ્રવૃત્તિ નહીં પરંતુ ભીતરની પ્રવૃત્તિ છે”. શ્રી વિક્રમ પંચાલે જણાવ્યું હતું કે “ફોટોગ્રાફી એક્ઝિબિશન પ્રથમ વખત થઈ રહ્યું છે તેનો સમગ્ર શ્રેય વિદ્યાર્થીઓને જાય છે.”
નાટ્યકાર અર્ચન ત્રિવેદીએ એક્ઝિબિશનની રજૂઆતની પ્રશંસા કરીને ફોટોગ્રાફીના ઇતિહાસને યાદ કર્યો હતો. માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એક્ઝિબિશન નિહાળ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો