વેપારીઓ પાલિકા વિરુદ્ધ ફરી હાઇકોર્ટ ગયા
કલોલમાં કલોલમાં દબાણનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે નગર પાલિકા દ્વારા સ્ટેશન રોડ પરની દુકાનો હટાવવા માટે હાઈકોર્ટમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં હાઇકોર્ટ તરફથી પાલિકાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો.
જોકે ચુકાદાથી નારાજ સિંધી બજારના વેપારીઓ ફરી હાઈ કોર્ટમાં ગયા છે અગાઉ પાંચ વખત કેસ હારી ચુકેલ વેપારીઓને હાઇકોર્ટ તરફથી હજુ પણ અપેક્ષા હોવાથી તેઓએ અપીલ દાખલ કરી છે. હાઇકોર્ટે 12 જાન્યુઆરીના રોજ આ અંગેની સુનાવણી હાથ કરવાનું ઠરાવ્યું છે.
આ અગાઉ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કેકલોલ નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન આગળ તેમજ જૂના ટાઉનહોલની નજીકમાં કેબીનો ની મંજૂરી વર્ષો અગાઉ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ જેના ભાડા નગરપાલિકા દ્વારા વર્ષ 2008થી બંધ કરવામાં આવેલ છે અને ત્યારબાદ 2014 -15 માં નગરપાલિકાની ખાસ સમિતિ આ બાબતે બનાવી જેમાં શહેરીકરણ વધુ થવાને કારણે વસ્તી વધારે થવાને કારણે વાહનોની સંખ્યા વધવાના કારણે રસ્તા પહોળા કરવા જરૂરી થઈ પડ્યું હતું.
આ બાબતે અગાઉ ની તમામ મંજૂરી રદ કરી અને રસ્તા પહોળા કરવા બાબતે નિર્ણય કરેલ જેના અનુસંધાને નોટીસ આપતા કેબિન ધારકોએ નામદાર કોર્ટમાં અપીલ દાખલ કરતાં નામદાર કોર્ટે આ તમામ પીટીશનો ડિસમિસ કરી છે અને નગરપાલિકાનારસ્તા પહોળા કરવા માટેનો રસ્તો ખોલી આપેલ છે અને ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવી અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરવાનો આયોજન ચાલી રહ્યું છે.
કલોલ પોલીસે ફક્ત 100 રૂપિયાનો દારૂ પકડી ચોપડે નોંધ્યો
જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ
1 thought on “કલોલ સ્ટેશન રોડ પરના વેપારીઓ પાલિકા વિરુદ્ધ ફરી હાઇકોર્ટ ગયા,12મીએ સુનાવણી”