કલોલના અંબિકા બસ સ્ટેન્ડનો વિકાસ કરવા માંગ

કલોલમાં આવેલ અંબિકા બસ સ્ટેશન પર રોજના હજારો લોકો મુસાફરી કરે છે. અમદાવાદ અને મહેસાણા તરફ અસંખ્ય એસટી બસો ઉભી રહે છે. આ સંજોગોમાં બસ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.
કલોલનું અંબિકા સ્ટેન્ડ નાનું પડી રહ્યું છે. અહી દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર હોય છે. સાંકડા હાઇવેને કારણે ઘણી વખત અકસ્માતની શક્યતા પણ રહેલી છે. પંદર દિવસ અગાઉ બસ સ્ટેશન ખાતે થયેલ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અંબિકા બસ સ્ટેશનને થોડું પાછળ લઇ લઈને રસ્તો પહોળો કરવો જોઈએ. આ ઉપરાંત અહી મુસાફરોને બેસવા માટે જગ્યા તેમજ પાણીની સુવિધા કરવી જોઈએ. અહી જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
