કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા

કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા

Share On

કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા

કલોલ સિટી પોલીસે જુગારી ઓને પકડવામાં સફળતા મેળવી છે. જોગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને બાતમીને આધારે પોલીસે ઝડપી લીધા હતા.આ તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે જોગણી માતાના મંદિર પાસે ઈસમો જુગાર રમી રહ્યા છે જેને આધારે અહીં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન (૧) દશરથભાઇ બેચરભાઇ વાઘેલા (રહે,૩૨, ક્વાર્ટસ, વાલ્મીકી વાસ,કલોલ), (ર) રાકેશ સુરેશભાઇ વાઘેલા (રહે,.૩ર, ક્વાર્ટસ, વાલ્મીકી વાસ, કલોલ), (૩) બાબુભાઇ કાન્તીભાઇ (રહે,.૩૨, ક્વાર્ટસ, વાલ્મીકી વાસ,કલોલ),(૪) મનોજભાઇ ભીખાભાઇ સોલંકી (રહે,.૩૨, ક્વાર્ટસ, વાલ્મીકી વાસ, કલોલ),(૫) હનિફભાઇ કલ્લુભાઇ લુહાર (રહે, ઉસ્તાદપુરા, ૩૨, ક્વાર્ટસની બાજુમાં, કલોલ),(૬) પ્રિયકાન્ત કનુભાઇ ગોહિલ ઉ (રહે,અનાજ માર્કેટની પાછળ છાપરામાં, રેલ્વે પુર્વ, કલોલ) જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૧,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લઠ્ઠો એટલે શું ? દારૂમાં શું ભેળવાય તો લઠ્ઠો બને, જાણો તેની આડઅસરો

અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

કલોલ સમાચાર