કલોલ શહેર પોલીસે ગુનાઇત ઇતિહાસ ધરાવતા શખ્સને તડીપાર કર્યો
કલોલ: કલોલ શહેર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપી ખેંગાર પરમારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમના આધારે તડીપાર કર્યો છે. આરોપીને સિદ્ધપુર ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાની હદમાંથી તેને તડીપાર કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો અનુસાર, ખેંગાર પરમાર સામે પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓને ધ્યાનમાં રાખીને કલોલ પોલીસ સ્ટેશનની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશને અનુસરીને આરોપીને તડીપાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત