માનવતા : કલોલ શહેર પોલીસે ખોવાયેલી બાળકીને વાલી વારસ સુધી પહોંચાડી

માનવતા : કલોલ શહેર પોલીસે ખોવાયેલી બાળકીને વાલી વારસ સુધી પહોંચાડી

Share On

માનવતા : કલોલ શહેર પોલીસે ખોવાયેલી બાળકીને વાલી વારસ સુધી પહોંચાડી

By પ્રશાંત લેઉવા

કલોલ

 

કલોલ પોલીસે ચાર વર્ષની બાળકીને તેના માતા-પિતા સુધી પહોંચાડીને માનવતા ભર્યું કામ કર્યું છે. કલોલ નગરપાલિકા સામેથી બાળકી મળી આવતા તેને જાગૃત નાગરિક કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. અહીં પોલીસ દ્વારા તેના વાલી વારસને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

બાળકીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. આ બાળકીના ફોટોગ્રાફ કલોલ શહેરના અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપ તેમજ મીડિયા ગ્રુપોમાં પહોંચાડવામાં આવ્યા હતા અને બાળકીના માતા પિતાને શોધવાની અપીલ કરવામાં આવી હતી.

 

કલોલ શહેર પોલીસની આ મહેનત રંગ લાવી હતી. થોડા સમય બાદ કલોલની ત્રણ આંગળી સર્કલ પાસે આવેલ ઉદાજીની ચાલીથી બાળકીના વાલી વારસ મળી આવ્યા હતા. કલોલ શહેર પોલીસ દ્વારા બાળકીને તેના માતા-પિતા સુધી પહોંચાડવામાં આવી હતી. કલોલ શહેર પોલીસની પ્રશંસનીય કામગીરીને પગલે શહેરીજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

કલોલ સમાચાર