કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ અભિયાન
કલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલોલમાં “સંવેદનહીન સરકાર સામે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતની ભાજપ સરકાર 7 ઓગસ્ટના દિવસે “વિકાસ દિવસ” ઉજવી પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર કલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર સામે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન” કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું.
અગ્રણી મીડિયા હાઉસમાં પત્રકારોની ભરતી,અહીં ક્લિક કરી એપ્લાય કરો
આજે ખુનીબંગલા ચાર રસ્તે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. મોંઘવારી,પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને કોંગ્રેસે દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી પ્રજાને મોંઘવારીમાં રાહત આપવામાં આવે.આ કાર્યક્રમમાં કલોલ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Video :
સરકારની અણઆવડતને ખુલી પાડવા અને પ્રજાને પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા વિકાસની ખોજ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સરકારને પૂછવા માંગે છે કે વિકાસ કોનો થયો? પ્રજા તો આજ પ્રાથમિક સુવિધાથી વંચિત છે તો પછી આ કોનો વિકાસ? સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી તાયફાઓ કરી પ્રજાનું અપમાન કરી રહેલ છે. ત્યારે આ સરકારની પ્રજા વિરોધી નીતિને કારણે પ્રજા વિકાસ થી દૂર રહી છે અને સરકાર પ્રજાને અપમાનિત કરી રહેલ છે.
કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર
કલોલ પૂર્વ-પશ્ચિમને જોડતો બીજો નવો અંડરબ્રિજ બનાવવા ગૃહમંત્રીને રજુઆત
1 thought on “કલોલ કોંગ્રેસ વિકાસ ને શોધવા નીકળી,ખૂની બંગલે શું કર્યું, જુવો ”