કલોલ કોર્ટે બળાત્કારના આરોપીને જીવે ત્યાં સુધી કેદની આકરી સજા ફટકારી,વાંચો વિગત

કલોલ કોર્ટે બળાત્કારના આરોપીને જીવે ત્યાં સુધી કેદની આકરી સજા ફટકારી,વાંચો વિગત

Share On

કલોલ કોર્ટે બળાત્કારના આરોપીને જીવે ત્યાં સુધી કેદની આકરી સજા ફટકારી,વાંચો વિગત


કલોલ સેશન્સ કોર્ટે પોકસોના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કલોલ તાલુકાના ગામમાં દસ વર્ષીય બાળકીના અપહરણ અને બળાત્કાર ગુજારવાના આરોપી વિજયજી ઠાકોરને  એડિશનલ સેશન્સ જજ એ.એ નાણાવટીએ જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરોપી વિરુદ્ધ અગાઉ પણ બળાત્કાર અને પોક્સોના ગુના નોંધાયેલ હોવાથી તેમજ ગાંધીનગર સ્થિત સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સુણાવી હોવાથી તેને ફાંસીની સજા કરવા વકીલે માંગ કરી હતી. કલોલના એક ગામમાંમાં દસ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેને પગલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.કલોલ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો જેનો શુક્રવારે ચુકાદો આવ્યો હતો. કલોલ કોર્ટે અપહરણ અને બળાત્કારના ગુનામાં વિજયજી ઠાકોરને આજીવન સખત કેદની સજા અને પચાસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

પોક્સો કાયદો શું છે ?

જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્‍કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો ૨૦૧૨ બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા.૧૯/૬/૨૦૧૨થી અમલમાં આવ્‍યો છે. આ અધિનિયમ હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્‍યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. આ કાયદાને પોક્‍સો એક્‍ટ તરીકે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.

કલોલ સમાચાર