કલોલ પૂર્વમાં આશાપુરી – ઉમિયા નગરમાં ડહોળું પાણી આવતા રોષ
કલોલ : કલોલના પૂર્વ વિસ્તારમાં વ્યાપકપણે ડહોળું પાણી આવવાની ફરિયાદ ઉઠી છે. પાણીની નવી પાઇપલાઇન નાખ્યા બાદ પણ ડહોળું પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
કલોલ પૂર્વમાં આવેલ આશાપુરી સોસાયટી, રોહીદાસ સોસાયટી, જીગર જ્યોત,ઉમિયા નગર તેમજ નરનારાયણ સોસાયટીમાં નળ વાટે ગંદુ પાણી આવી રહ્યું છેઆ ડહોળા પાણીને કારણે પાણીજન્ય રોગ ફાટી નીકળવાની શક્યતા પણ રહેલી છે.
ગંદુ પાણી આવવાને કારણે સ્થાનિકોએ તંત્રમાં પણ રજૂઆત કરી હતી જો કે તેનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. કલોલના પૂર્વ વિસ્તારમાં ડહોળા પાણીની વ્યાપક ફરિયાદ છે. ગંદુ પાણી આવવાને કારણે રોજબરોજના વપરાશ માટે લોકો વલખા મારી રહ્યા
છે.