કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ

કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ

Share On

સુપર એક્સક્લુઝિવ : કલોલમાં ભાજપ-કોંગ્રેસનો જંગ રસપ્રદ બનશે

કોને મળશે ટિકિટ ?
કોણ કયા મુદ્દા જનતા સમક્ષ મુકું રહ્યું છે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 6 મહિના બાકી રહ્યા છે. ઘાટ આવે તો આ ચૂંટણી મે-જૂન માસમાં પણ યોજાઈ શકે છે. વિધાનસભામાં કોંગ્રેસનો ગઢ રહેલ કલોલને જીતવા માટે આ વખતે અમિત શાહ જોર લગાવી રહ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસમાં બળદેવજી ઠાકોરે પોતાની બેઠક જાળવી રાખવાનો હુંકાર કર્યો છે. ભાજપના હજુ સુધી ટિકિટ કોને મળશે તે નક્કી નથી જ્યારે કોંગ્રેસમાં બળદેવજી ઠાકોર જ ચૂંટણી લડશે. (સુપર એક્સક્લુઝિવ)

ભાજપને આંખના કણાની માફક ખૂંચતી કલોલ બેઠક પર આ વખતે ચૂંટણી જંગ રસપ્રદ બની શકે છે. સમગ્ર ભાજપ હાલ કલોલ બેઠક જીતવા કામે લાગી ગયું છે. જેનું ઉત્તમ ઉદાહરણ અઠવાડિયા અગાઉ કલોલ આવેલ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. અમિત શાહે આ વખતે પૂર્વ વિસ્તાર પર વધારે ફોક્સ કર્યું છે. ભાજપ હાલ ઓવરબ્રિજ અને પાણીની નવી પાઇપ લાઈનના સહારે પૂર્વ વિસ્તારમાં મત માંગવા જશે તે નક્કી થઇ ગયું છે.આ ઉપરાંત કલોલને જોઈએ તે તમામ સુવિધાઓ આપવાનું અમિત શાહે મંચ પરથી કહ્યું હતું.

 

બીજી બાજુ કોંગ્રેસમાં બળદેવજી ઠાકોર ભાજપ ને ટક્કર આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે બળદેવજી ઠાકોર કલોલ ના પ્રશ્નોના મુદ્દે ભાજપને ઘેરવાની તક ચુકતા નથી. શહેરના પ્રખ્યાત કપિલેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન ધામમાં સમાવેશ કરવા મુદ્દે તેઓએ જોરદાર રજૂઆત કરી હતી તો બીજી તરફ ચાર વર્ષથી મંજુર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુદ્દે પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે.

કલોલ વિધાનસભામાં શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓના મત વધારે નિર્ણાયક સાબિત થઇ શકે છે. ખાખરીયા ટપ્પાના અમુક ગામોનો સમાવેશ કલોલ વિધાનસભામાં કરવામાં આવ્યો છે. અહીં મોટેભાગે ઠાકોર મતદારો છે. જેને અંકે કરવા ભાજપ તરફથી અમિત શાહની સભા મોટી ભોયણ ખાતે રાખવામાં આવી હતી. બીજી તરફ બળદેવજી ઠાકોર દ્વારા ઠાકોર ભુવનનું નિર્માણ કરાવીને સમાજ પર પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. આ સંજોગોમાં જોતા ચૂંટણી રસપ્રદ બનવાના એંધાણ છે.

 

2017ની વિધાનસભા ચૂંટણીમાં બળદેવજી ઠાકોરને 82,886 મત મળ્યા હતા જ્યારે ભાજપના અતુલ પટેલને 74,921 મત મળ્યા હતા. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે બંને પક્ષો તરફથી દાવપેચ રમવાના શરુ થઇ ગયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી સહીતના પ્રાદેશિક પક્ષો પણ ચૂંટણીમાં ઉતરવા સજ્જ થઇ રહ્યા છે ત્યારે કોણ જીતશે ને કોણ હારશે તે તો સમય જ બતાવશે.

 

કલોલ ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો 

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

મુકેશ અંબાણીને ખરીદવી છે કલોલની સિન્ટેક્સ, રિલાયન્સ કેટલા અબજ ચુકવશે ?

કલોલ સમાચાર