ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 

ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 

Share On

કલોલને વધુ એક ટ્રેનની ભેટ મળી છે. ગાંધીનગર વરેઠા નવી ટ્રેનનો આજથી શુભારંભ થઇ  રહ્યો છે. આ ટ્રેન મારફતે મહેસાણા,વિસનગર,વડનગર  ખેરાલુ સુધી પહોંચી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬મી જુલાઈએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવેના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમજ ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ અને ગાંધીનગ કેપિટલ-વરેઠા મેમુ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવશે.

સીધા વડનગર પહોંચાશે

ઝુલાસણ ખાતે 1 મિનિટ, ડાંગરવા 1 મિનિટ, આંબલીયાસણ 2 મિનિટ, જગુદણ 2 મિનિટ, મહેસાણા શહેર 5 મિનિટ, રંડાલા 2 મિનિટ, પુદગામ-ગણેશપુરા 2 મિનિટ, વિસનગર શહેર 2 મિનિટ, ગુંજા 2 મિનિટ, વડનગર શહેર 7 મિનિટ, ખેરાલું શહેર 2 મિનિટ અને વરેઠા ખાતે રેલગાડીનું છેલ્લું સ્ટોપેજ આપેલું છે.

નવી ટ્રેનની કલોલમાં એન્ટ્રી

 

ક્યારે પહોંચશે વડનગર

આ મેમુ ટ્રેનમાં આઠ કોચ અને દરેક કોચમાં 72 યાત્રિકોની વ્યવસ્થા છે.ગાંધીનગરથી ૧૨.૧૦ ઉપડી મોટી આદરજ, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલીયાસણ, જગુદણ, મહેસાણા, રંડાલા, પુદગામ, વિસનગર, ગુંજા, વડનગર, ખેરાલુ, વરેઠા ૩.૩૦ કલાકે પહોંચશે તે જ રીત વરેઠાથી સવારે ૬.૪૦ ઉપડી કેપીટલ સીટી ગાંધીનગર ૧૦.૦૦ કલાકે પહોંચશે.  હાલમાં એક મેમુ ટ્રેન શરૂ થનાર છે.

દરેક સ્ટેશન પર બાળકો દ્વારા ઝંડી આપી ટ્રેનનું અભિવાદન અને ફુલવર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના નક્કી કરાયેલા ચાર સ્ટેશનો પર સ્વાગત કાર્યક્રમમાં, સ્કુલ બેન્ડ, શંખનાદ, પૂજા, આરતી, ઢોલ સહિત વાંજીત્રો સાથે ટ્રેનનું સ્વાગત કરાશે. આ ઉપરાંત ટ્રેનના કોચમાં પોલીસ બેન્ડ દ્વારા પણ સુરાવલી વહેડાવવામાં આવશે.

16 જુલાઈએ વડા પ્રધાને જે વિવિધ રેલવે પ્રૉજેક્ટ્સ ખુલ્લા મૂક્યા છે એમાં તેમના માદરે વતન વડનગરનાં રેલવેસ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ત્યાં 425 મીટર લંબાઈના બે પેસેન્જર પ્લૅટફોર્મ તૈયાર થયાં છે.

બંનેને જોડતો ફૂટ ઓવરબ્રિજ એટલે કે યાત્રીઓ પગે ચાલીને જઈ શકે એવો પુલ તૈયાર થયો છે. મુસાફરો માટે ખાણીપીણી-નાસ્તા વગેરેના કાફે સાથેનો વેઇટિંગ રૂમ તૈયાર થયો છે.

કલોલ સમાચાર