કલોલમાં યુવતીની સરાજાહેર હત્યા થતા ચકચાર,આરોપી પૂર્વ પતિ ક્યાંથી ઝડપાયો
કલોલમાં પાલિકા બજારમાં એક યુવતીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દેવાઈ છે.કલોલમાં બે દિવસની અંદર હત્યાનો બીજો બનાવ બનતા કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. નવજીવન મિલ કમ્પાઉન્ડમાં હેમા નામની યુવતીની તેના પૂર્વ પતિએ હત્યા કરી દીધી હતી. બજારમાં યુવતી ઉભી હતી ત્યારે અચાનક જ આરોપીએ હુમલો કરી ચપ્પાના ઘા માર્યા હતા.જેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
પોલીસે નાસી છુટેલ આરોપીને સોજા પાસેથી પકડી લીધો હતો. આરોપી તેનો પૂર્વ પતિ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીનું નામ અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યું છે. દીકરીનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.હત્યા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
અમારી એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “કલોલમાં યુવતીની સરાજાહેર હત્યા થતા ચકચાર,આરોપી પૂર્વ પતિ ક્યાંથી ઝડપાયો”