કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી
કલોલના પૂર્વ વિભાગમાં પૈસાની લેતી દેતી મામલે બબાલ બાદ મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પંકજ વાઘેલા નામના વ્યક્તિ પૂર્વમાં આવેલ લવલી ચોકમાં ઉભા હતા ત્યારે જીતેન્દ્ર નામનો વ્યક્તિ આવીને પૈસાની ઉઘરાણી કરવા લાગ્યો હતો. તેમજ બોલાચાલી કરી હતી.
પૈસા માંગનાર ઇસમે ત્યારબાદ ગાળોનો વરસાદ વરસાવ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને પંકજ વાઘેલા પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આ મારામારીમાં પંકજ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.પોલીસે ઘાયલ વ્યક્તિની ફરિયાદને આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
