કલોલ-કટોસણ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું, કડી-બેચરાજીને થશે મોટો ફાયદો
કલોલ રેલવે સ્ટેશન ખાતે કલોલ-કડી-કટોસણ રેલવે લાઈનના ગેજ પરિવર્તનનું પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 346 કરોડના ખર્ચે આ લાઈન પર ગેજ પરિવર્તન કરવામાં આવશે જેનાથી મુસાફરોને મોટી રાહત થશે. કડી તેમજ બેચરાજીના મુસાફરો સીધા અમદાવાદ સાથે જોડાઈ શકશે. અમદાવાદથી હવે વાયા કલોલ થઇને કડી અને બેચરાજી સુધી પહોંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે કલોલથી બેચરાજી સુધી વર્ષોથી રેલવેનું કામ અટક્યું હતું. જોકે હવે મંત્રાલય દ્વારા નાણાંની ફાળવણી કરવામાં આવતા કામ ઝડપથી શરુ થવાની ગણતરી છે.મહેસાણા જિલ્લાનો બેચરાજી તાલુકો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં આવે છે. એસ.આઇ.આર. જાહેર કરેલ હોવાથી રોજગારીની તકોમાં પણ વધાર થયો છે. સાથે સાથે બેચરાજી તાલુકામાં મારૂતિ, હોન્ડા જેવી અનેક ઔધોગિક એકમનો કારણે બેચરાજીનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે .આ વિકાસ વધુ તેજ ગતિએથી આગળ વધે તે માટે કલોલ-કડી-કટોસણ રોડ બેચરાજીની રેલ્વે લાઇન માટે ગેઝ પરીવર્તન જરૂરી હતો.
કલોલ-કડી-કટોસણ બ્રોડગેજ પ્રોજેક્ટ માટે રેલવેએ 346 કરોડ મંજુર કર્યા, થશે મોટો ફાયદો
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો