કલોલ-માણસા રોડ ઝડપથી બનાવો
પ્રિય સરકાર,
કલોલ માણસા વચ્ચેના રોડની કામગીરીમાં ઝડપ લાવો. લોકો ત્રાસી ગયા છે. નવા વાહનો ભંગાર બની રહ્યા છે. કેટલાયની કમરની ગાદી હલી ગઈ છે. આ વિસ્તારની ગરીબ પ્રજા પર રહેમ કરો અને કલોલ માણસા વચ્ચે રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરો.
ચંદ્ર પર જેવા ખાડા હોય તેવા ખાડા છે અહીં. આસપાસના ધમાસણા,નારદીપુર,ભાદોલ અને સોજા જેવા ગામડાઓના લોકો તો કંટાળીને પોતાનું વાહન બહાર કાઢવા તૈયાર નથી. પ્રજાના ટેક્સના રૂપિયે રોડ બનાવો અને તેમાંય વર્ષો સુધી કામ ચલાવો છો ત્યારે તમારી કામગીરી પર શંકા થાય છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કોન્ટ્રાકટરને પૈસા ના મળે એટલે એ કામ બંધ કરી દે છે. આ તમારો વિષય છે સરકાર સાહેબ. પ્રજાનો કેમ ભોગ લો છો. વર્ષોથી કામ ચાલી રહ્યું છે પણ હજુ થીગડાં મારવામાંથી ઊંચા નથી આવ્યા આ લોકો. કોન્ટ્રાકટરનેને રૂપિયા આપો, એને તમામ મંજૂરી આપીને ઝડપથી કામ કરાવો.
કલોલથી માણસા,વિજાપુર અને હિંમતનગર તરફ જવા માટે હજારોની સંખ્યામાં વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. દિવસેને દિવસે આ રોડ પર વાહનોનો ટ્રાફિક વધતા તેને પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી.ગાંધીનગર જિલ્લાના બે મહત્વના તાલુકા મથકોને જોડતા 28 કિલોમીટરના માર્ગને પહોળો કરવાની સરકારે લીલીઝંડી આપી હતી. આ બાદ માર્ગને પહોળો કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી પરંતુ ગોકળગાયની ગતિએ ચાલી રહેલ કામગીરીને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં પણ લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓને કંઈ પડી જ ના હોય તેમ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
કલોલમાં આકર્ષણ : માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે,ક્યાં ઉતરશે
કલોલના આટલા રસ્તાઓની કામગીરી માટે બળદેવજી ઠાકોરનો ઔડાને પત્ર,વાંચો