કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી,કાર્યકરોમાં ઉત્સાહ 

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી,કાર્યકરોમાં ઉત્સાહ 

Share On

 બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી

કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી છે.  તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઉપનેતા, દંડક, ઉપદંડક, પ્રવકતા સહીતના હોદેદારોની નિમણુંક કરી છે. કોંગ્રેસે આ નિમણુંકમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને પણ સ્થાન આપ્યું છે. કલોલની જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહેતા ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પ્રવક્તા પદે નિમણુંક કરવામાં આવી છે. જેને કારણે કલોલ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોમાં નવો ઉત્સાહ પેદા થયો છે. કાર્યકરોએ બળદેવજી ઠાકોર પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

રાજ્યની વિધાનસભાના વિરોધ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષભાઇ પરમારને યથાવત રાખવામાં આવ્યા છે. જયારે વિધાનસભાના દંડક તરીકે ડો. સી.જે. ચાવડા અને ઉપ દંડક તરીકે ધોરાજી ઉપલેટાના લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાને નિયુક્ત કરાયા છે.

આ ઉપરાંત અન્ય પ્રવક્તાઓમાં અશ્વિન કોટવાલ, ગ્યાસુદિન શેખ,અમરીશભાઇ ડેર, નૌશાદ સોલંકી અને ડો.કીરીટભાઇ પટેલની વરણી થઇ છે તો ખજાનચી તરીકે નિરંજનભાઇ પટેલ અને આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેનપદે અનંતકુમાર એચ. પટેલન નિમણુંક કરવામાં આવી છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર