કલોલ પાલિકાએ 47 ગાયો પકડી પાંજરાપોળ મોકલી
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ગાયોને પીળા બિલ્લા લગાવવામાં આવે છે. આ પીળા બિલ્લા પર એએમસી તેમજ નંબર લખેલો હોય છે. આ નંબર લગાવેલી ગાયો કલોલ શહેરમાં જોવા મળી હતી.
કલોલના વિવિધ વિસ્તારોમાં ચોરેને ચોંટે અનેક ગાયો રસ્તાઓ રોકીને બેસી રહેલી હોય છે.આ રખડતી ગાયો અને આખલાઓ ગમે ત્યારે તોફાન કરી અકસ્માત નોંતરે છે. જેને પગલે પાલિકા તંત્ર દ્વારા પ્રખરતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરી કુલ 47 ગાયોને પાંજરે પૂરી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે.