કલોલ પાલિકાએ ગંદકી બદલ વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો 

કલોલ પાલિકાએ ગંદકી બદલ વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો 

Share On

કલોલ પાલિકાએ ગંદકી બદલ વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો

કલોલ-માણસા રોડ પર ભંગાર અને ફર્નિચરના વેપારીઓ દ્વારા ફેલાવતી ગંદકીના અહેવાલ પ્રકાશિત થયા બાદ કલોલ નગરપાલિકા સફાળી જાગી હતી. તંત્ર દ્વારા કચરો ફેલાવતા વેપારીઓને 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

બ્રહ્માણી સ્ક્રેપ ટ્રેડર્સ, બજરંગ સ્ક્રેપ ટ્રેડર્સ અને ન્યુ ભવાની સ્ક્રેપ ટ્રેડર્સના ધંધાર્થીઓ દ્વારા કલોલના પ્રવેશ સમાન માણસા  રોડ ઉપર જાહેરમાં માર્ગ  પર સ્ક્રેપ, ભંગાર,કાગળ, પ્લાસ્ટિક ના ઢગલા કરી અડચણ તેમજ ગંદકી, અસ્વચ્છતા કરી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવી પ્રવૃત્તિ કરાઈ રહી હતી. જેને લઈને  નગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર વ સ્વચ્છ ભારત મિશન ઇન્ચાર્જ રાજેશ આર.વાઘેલા તથા તેમની ટીમ ના સેને. ઇન્સ જીગર જોષી, કેતન જાદવ અને વારીશ ગુપ્તા સ્થળ ઉપર પહોંચી મ્યુ.બાયલોઝ અને G.P.C.B ના નિયમો ના ભંગ રૂ.3000 નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. એફ.એસ.ઓ.વ SBM /IC આર. આર. વાઘેલા દ્વારા ત્રણ દિવસની અંદર તમામ  ઢગલા, ગંદકી દૂર કરી લેખિતમાં જવાબ આપવા સૂચના અપાઈ હતી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર