ફાયદો જ ફાયદો : કલોલ નગરપાલિકામાં વેરો ભરવાથી મળશે આ મોટો લાભ 

ફાયદો જ ફાયદો : કલોલ નગરપાલિકામાં વેરો ભરવાથી મળશે આ મોટો લાભ 

Share On

 કલોલ નગરપાલિકાએ વેરા વળતર યોજના લાગુ કરી

કલોલ નગરપાલિકા દ્વારા વેરા  વળતર યોજના લાગુ કરવામાં આવી છે. જેને કારણે બાકીદારોને મોટી રાહત થવાની સંભાવના છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ 31મી માર્ચ સુધીમાં તમામ વેરા ભરપાઈ કરનારને વેરા પર લાગુ પડતું તમામ વ્યાજ,નોટિસ ફી,પેનલ્ટી,વોરંટી ફી ની 100 ટકા રકમ માફ કરવામાં આવશે.
આ યોજના હેઠળ 31 માર્ચ 2022 પછી લાભ આપવામાં આવશે નહી. આ ઉપરાંત વર્ષ 2022-23ના વેરાની રકમ એડવાન્સમાં 1 એપ્રિલથી 31 મે 2022 સુધીના સમયગાળામાં ટેક્સની રકમ પૂરેપૂરી ભરવામાં આવશે તો મિલકત વેરામાં 10 ટકા પ્રોત્સાહક વળતર મળશે તેમ કલોલ નગરપાલિકાએ જણાવ્યું હતું.

આ યોજનાને કારણે લોકોને ફાયદો થશે. કલોલ નગરપાલિકાના ઉર્વશી બેન પટેલે લોકોને વેરો ભરવા માટે અપીલ કરી હતી. આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત કલોલ નગરપાલિકા ની વળતર અને માફી આપવાની યોજના તારીખ 3 માર્ચ ના રોજ સરકારશ્રી મંજુર કરેલ છે જેના અનુસંધાને પ્રથમ દિવસે કુલ 124 લોકો એ  નગરપાલિકામાં ટેક્સ ભરી અને આનો લાભ લીધો છે અને કુલ 8.6 લાખની વ્યાજ માફી પ્રથમ દિવસે આપેલ છે અને નગરપાલિકાને આ ૧૩.૫ લાખ રૂપિયા ની આવક થયેલ છે.

અગાઉ ૨૦૧૧ના વર્ષમાં આ પ્રકારની સ્વર્ણિમ જયંતી પ્રોતસાહક વળતર યોજના અમલમાં આવી હતી તેમાં કલોલ નગરપાલિકા માં ૩૩૬૭ મિલકત ધારકે તે સ્કીમનો લાભ લીધેલો હતો જેમાં એમને 30 લાખ રૂપિયા મિલકતવેરા  મા વળતર અને ૪૪ લાખ રૂપિયા વ્યાજ માફી કરવામાં આવેલ હતા અને કુલ ૭૪ લાખ જેટલી રકમ માફ કરવામાં આવી હતી.

 

કલોલ કોલેરા રોગચાળા મામલે કોણે કલેકટરને દિલ્હી હાજર થવા નોટિસ ફટકારી ?

કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી

 

કલોલ સમાચાર