કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 

કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 

Share On

દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે

કલોલ શહેરમાં ગેરકાયદે દબાણ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સંજોગોમાં સ્ટેશન રોડ પર દબાણમાં આવતી દુકાનો હટાવવાની ટૂંકસમયમાં કાર્યવાહી થઇ શકે છે. હાઇકોર્ટમાં સ્ટેશન રોડના વેપારીઓ કેસ હારી જતા હવે રસ્તો પહોળો કરવાની કામગીરીમાં વેગ મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન આગળ તેમજ જૂના ટાઉનહોલની નજીકમાં કેબીનો ની મંજૂરી વર્ષો અગાઉ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ જેના ભાડા નગરપાલિકા દ્વારા વર્ષ 2008થી બંધ કરવામાં આવેલ છે અને ત્યારબાદ 2014 -15 માં નગરપાલિકાની ખાસ સમિતિ આ બાબતે બનાવી હતી.

જેમાં શહેરીકરણ વધુ થવાને કારણે વસ્તી વધારે થવાને કારણે વાહનોની સંખ્યા વધવાના કારણે રસ્તા પહોળા કરવા જરૂરી હોય આ બાબતે અગાઉ ની તમામ મંજૂરી રદ કરી અને રસ્તા પહોળા કરવા બાબતે નિર્ણય કરેલ જેના અનુસંધાને નોટીસ આપતા કેબિન ધારકોએ નામદાર કોર્ટમાં અપીલ દાખલ કરતાં નામદાર કોર્ટે આ તમામ પીટીશનો ડિસમિસ કરી છે અને નગરપાલિકાનારસ્તા પહોળા કરવા માટેનો રસ્તો ખોલી આપેલ છે અને ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવી અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરવાનો આયોજન ચાલી રહ્યું છે.

કલોલમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની છે જેને કારણે પોલીસે આડેધડ પાર્કિંગ અને દબાણ કરનારા વિરુદ્ધ તવાઈ બોલાવીને આકરી કાર્યવાહી કરી હતી. સતત ત્રણ દિવસની કામગીરીને પગલે બજારમાં આવેલ માર્ગો ખુલ્લા થઇ ગયા હતા અને વાહનચાલકોને રાહતનો અનુભવ થયો હતો.

આ બાદ પોલીસ ગાયબ થઇ જતા હવે ફરી ઠેરઠેર આડેધડ પાર્કિંગ અને દબાણ ખડકાઈ ગયા છે. જેને પગલે લોકોએ ફરી પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે પણ ફક્ત દેખાડા ખાતર કામગીરી કરી હોવાનું શહેરવાસીઓમાં ગણગણાટ થઇ રહયો છે.

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો

જેસીઆઈ કલોલના પ્રમુખ તરીકે રોનક ખમારની નિયુક્તિ 

 

 

 

કલોલ સમાચાર