કલોલમાં લારીઓ ઉભી રાખી વેપાર કરવા મુદ્દે વિવાદ

કલોલમાં લારીઓ ઉભી રાખી વેપાર કરવા મુદ્દે વિવાદ

Share On

કલોલમાં લારીઓ ઉભી રાખી વેપાર કરવા મુદ્દે વિવાદ

કલોલ: કલોલ શહેરમાં રમજાન માસ નિમિત્તે લારીઓ ઉભી રાખીને ધંધો કરવા બાબતને લઈને વિવાદ પેદા થયો છે. તાજીયા કમિટી ના નામે એક પત્રિકા વાયરલ થઈ છે જેમાં તાજે કમિટી દ્વારા જણાવવામાં આવે છે કે ટ્રાફિક ના થાય તે રીતે જુમ્મા મસ્જિદ થી મટવા કુવા પાનસર ચોકડી અને ટાવર ચોક ખાતે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જાહેરમાં લારીઓ મૂકીને ધંધો કરી શકાશે.

પત્રમાં એવું જણાવવામાં પણ આવે છે કે કલોલ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તાજીયા કમિટીએ બેઠક કરીને જાહેરમાં લારીઓ મૂકીને વેપાર કરવા બાબતે વાતચીત કરેલ છે.

જોકે હવે આ મામલે કલોલ નગરપાલિકા પર માછલા ધોવામાં આવી રહ્યા છે. હિન્દુવાદી પક્ષની સરકાર હોવા છતાં આ રીતે ધંધાની મંજૂરી આપવામાં આવતા તૃષ્ટિકરણ થતું હોવાનો પણ આરોપ લાગ્યો છે. જેને પગલે કલોલ નગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

કલોલ નગરપાલિકા દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ” તાજિયા કમિટીના નામે એક પત્રીકા ફરતી થઈ કે જાહેર રોડ ઉપર લારીઓ ઊભી રાખી ધંધો કરવો એવી કલોલ સીટી પી આઈ, કલોલ નગરપાલિકા પ્રમુખ , કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પરવાનગી આપેલ છે એવું લખવામાં આવેલ છે પરંતુ નગરપાલિકાએ આવી કોઈ પરવાનગી આપેલ નથી અને આપવાના પણ નથી તો કોઈ એ જાહેર રોડ ઉપર લારી ઊભી રાખી ધંધો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

જોકે હવે આ પત્રિકા વાયરલ થતા અમુક પ્રશ્નો પણ ખડા થયા છે. તાજીયા કમિટી દ્વારા સત્તાવાર રીતે આવો કોઈ પત્ર લખવામાં આવે છે કે કેમ ? જો તાજિયા કમિટીએ આ પત્ર ના લખ્યો હોય તો તેની પાછળ કોનું ભેજુ છે ?

 

બીજી એક એવી આશંકા એવી છે કે કલોલ નગરપાલિકાના સત્તાધીશોને બદનામ કરવાના હેતુથી પણ આ રીતનો પત્ર લખવામાં આવ્યો હોય. સમગ્ર કલોલ શહેરમાં આ રીતનો પત્ર વાયરલ થતાં રાજકીય રીતે પણ ખળભળાટ મચી ગયો છે.

કલોલ સમાચાર