કલોલ નપાના નગરસેવકે સફાઈ મામલે બળાપો ઠાલવ્યો, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ 

કલોલ નપાના નગરસેવકે સફાઈ મામલે બળાપો ઠાલવ્યો, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ 

Share On

કલોલ નપાના નગરસેવકે સફાઈ મામલે બળાપો ઠાલવ્યો, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ

કલોલ નગરપાલિકા દ્વારા સફાઈવેરો તેમજ ખાસ સફાઈ વેરો લેવામાં આવે છે પરંતુ શહેરમાં ગંદકીની સમસ્યા યથાવત છે જેને લઈને સત્તા પક્ષના જ નગરસેવકે આક્રોશ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 4 ના નગર સેવક પ્રદિપસિંહ ગોહિલે પાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે રાખવામાં આવેલ એજન્સી યોગ્ય રીતે કામ કરતી ના હોવાથી તેને બ્લેકલિસ્ટ કરી નવીન ટેન્ડર પાડવા માંગ કરી છે.
કલોલ નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ વેરો વધારવામાં આવ્યો હતો. હવે પાલિકા તંત્ર સફાઈવેરો અને ખાસ સફાઈવેરો પણ લઈ રહ્યું છે. જોકે શહેરમાં ગંદકીની સમસ્યા ઠેરની ઠેર હોવાથી તેમજ એજન્સી ની કામગીરીમાં ઉણપ હોવાને પગલે નગર સેવકે એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નવું ટેન્ડર જાહેર કરવાની રજૂઆત કરી છે.

કલોલ સમાચાર