નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી
કલોલ નગરપાલિકાને નવા સુએઝ પ્લાન્ટની મંજૂરી મળી છે. કલોલ ગુરૂકુળ પાછળ આવેલ ખુલ્લા સુએઝ પ્લાન્ટના પગલે તેની આસપાસના વિસ્તારમાં તેમજ ગામોમાં વ્યાપક પ્રમાણમાં દુષિત પાણીની દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જે અંગે વર્ષોથી આ સમસ્યાના નિરાકરણ માટે નગરજનો દ્વારા રજુઆતો કરવામાં આવતી હતી.
આ પ્રશ્નના નિરાકરણ અંગે કલોલ નગરપાલીકાના પ્રમુખ ઉવર્શીબેન પટેલ દ્વારા ગાંધીનગર સંસદ સભ્ય તેમજ દેશના ગૃહમંત્રી અમિતશાહને રજુઆત કરાઇ હતી. જેના પગલે સરકાર દ્વારા રૂ.46.34 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે.આમ પાલિકા પ્રમુખ ઉર્વશીબેનની મહેનત રંગ લાવતા ખુશીની લાગણી છવાઈ છે.
અગાઉ 23 MLDનો પ્લાન્ટ હતો જેને સ્થાને આ પ્લાન્ટ 33 એમએલટી કેપેસીટીવાળો બનાવવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ થઇ ચુકી છે. આ પ્લાન્ટ દ્વારા આવનાર 30 વર્ષ સુધી કલોલના ગંદા પાણીને રીટ્રીટમેન્ટ કરી શુદ્ધ બનાવી ખેતી અને ઉદ્યોગને પુરૂ પાડવામાં આવશે. જેને લીધે ગંદકી અને દુર્ગંધની સમસ્યા પણ દૂર થશે.
કલોલમાં મેરેથોન દોડ યોજાઈ,ચંદ્રકાન્ત પીયજા વિજેતા થતા અભિનંદન વર્ષા
કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ
2 thoughts on “કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી”