જાદુગરની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપી ઝડપ્યા
કલોલમાં આવેલ પાણીની ટાંકી પાસે રહેલ આયોજન નગરમાં ગાઇકાલે રાત્રે એક યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી. કલોલ સીટી પોલીસે આ અંગે ગુનો નોંધીને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે કલોલ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.
કલોલ પોલીસે ઝડપી પાડેલ હત્યારાઓમાં કુલદીપ ઉર્ફે જીમો જયંતીભાઈ જાદવ,બિપિન ઉર્ફે બબો ચીમનભાઈ સોલંકી,અવિનાશ રસિકભાઈ મકવાણા અને વિશાલ કાળુભાઇ વાળાનો સમાવેશ થાય છે.કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ આયોજન નગરમાં એક વ્યક્તિનું મર્ડર થતા ચકચાર મચી ગઈ છે.

મિત્રો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ભારત જાદુગર નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ઉત્તરાયણની રાત્રે થયેલ હત્યાની સવારે જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. પૂર્વમાં મર્ડર થયાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ જતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.
બનાવની વિગતો અનુસાર કલોલ પૂર્વમાં પાણી ની ટાંકી આયોજન નગર પાસે સ્થાનિક જાદુગર ભારત ઉર્ફે ભીખાભાઈ ની પાંચ અંગત મિત્રોએ હત્યા કરી હતી.જાદુના ખેલ કરતા આધેડ ભીખાભાઈ ની હત્યા કરનાર અંગત મિત્રો માંથી 4 ઝડપાયા છે.
કલોલ પોલીસે 4 ને કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા . જાદુગર ના શબ ને પી એમ માટે રેફરલ હોસ્પિટલ મા મોકલી ને ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.રાજ્યભરમાં જાદુગર સ્માર્ટ ભારત નામે જાદુના શો કરતા જાદુગર અપરણિત હતા તેમજ ભીખાભાઈ તેમના પરિવારમાં માતા સાથે રહેતા હતા.