કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાની ચર્ચા

કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાની ચર્ચા

Share On

કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાની ચર્ચા

 

કલોલ : કલોલના એક રાજકીય પક્ષમાં ફરી આંતરવિગ્રહની સ્થિતિ જોવા મળી છે. જેને પગલે તાબડતોડ બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક લોકચર્ચા અનુસાર પક્ષમાં ફરી આંતરિક ગજગ્રાહ સામે આવ્યો છે.

કલોલનું રાજકારણ હંમેશાથી જટિલ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાં કોણ કોનું છે તેનો કોઈ જલ્દી ક્યાસ કાઢી શકે નથી પરંતુ રાજકીય પારખું માણસોને ઘટનાક્રમથી અંદાજ આવી જતો હોય છે. કલોલના એક રાજકીય પક્ષમાં કઈંક રંધાતું હોવાનું સામે આવતા રાજકારણ ગરમાઈ ગયું છે.


જોકે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે તેવું રાજકીય ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી સમયમાં આ બાબતે સ્પષ્ટતા પણ આવી શકે તેમ છે.

કલોલ સમાચાર