કલોલ પૂર્વમાં છુરી-લોખંડની પાઇપ વડે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ
કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે શહેર પોલીસ સ્ટેશનમાં રેલ્વે પૂર્વ વિસ્તાર માં બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. પૂર્વ વિસ્તારમાં આવેલ અંડર બ્રિજ આગળ પાગલ વ્યક્તિને જમવાનું આપવા બાબતે મારામારી થઈ હતી જેમાં બે થી ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને દવાખાને સારવાર આપવાની ફરજ પડી છે.
ઘટનાની વિગતો અનુસાર રેલ્વે પૂર્વ ઘર આગળ એક પાગલ વ્યક્તિ બેઠો હોય સુરેશ દંતાણી તેને જમવાનું આપ્યું હતું જોકે સામે રહેલ દુકાનદાર ભોલા ભાઈ પટેલે આ વ્યક્તિને જમવાનું નહીં આપવાનું કહ્યું હતું આ બાબતને લઈને ઝઘડો થતાં એકબીજાએ ગાળો બોલી હતી. ઝઘડો વધુ ઉગ્ર બનતા બંને પક્ષ તરફથી ઇસમો આવી ગયા હતા અહીં એક વ્યક્તિએ ગાળો બોલવાની ના પાડતા સામે રહેલ ઇસમને છરી કાઢીને કમરના ભાગે મારી લીધી હતી તો બીજી તરફ સામે રહેલ વ્યક્તિએ લોખંડની પાઈપ મારી એક હાથ ફેક્ચર કરી નાખ્યો હતો. મોટી બબાલ તથા આસપાસમાં મોટું ટોળું ટોળું એકત્ર થઇ ગયું હતું જેને પગલે પોલીસ પણ દોડી આવી હતી. ઘાયલ થયેલા લોકોને કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને શ્રદ્ધા હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવાયા હતા કલોલ શહેર પોલીસે બંને પક્ષોને ફરિયાદ નોંધી છે. મારામારીના પગલે બંને પક્ષો એકબીજા સામેં ફરિયાદ નોંધાવી હતી.
કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા,વાંચો કેવી હાલત હતી
2 thoughts on “કલોલ પૂર્વમાં છુરી-લોખંડની પાઇપ વડે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ”