કલોલ રેલવે અંડરબ્રિજ હવે સાંકડો પડયો,પહોળો કરવા કોણે રજૂઆત કરી,વાંચો 

કલોલ રેલવે અંડરબ્રિજ હવે સાંકડો પડયો,પહોળો કરવા કોણે રજૂઆત કરી,વાંચો 

Share On

કલોલ રેલવે અંડરબ્રિજ હવે સાંકડો પડયો

કલોલ પૂર્વ અને પશ્ચિમને જોડતો રેલવે અંડરબ્રિજ હવે સાંકડો પડી રહ્યો છે જેને કારણે વાહનચાલકો સહીત સમગ્ર પૂર્વની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંકડા અંડરબ્રિજને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે હવે રસ્તો રહ્યો નથી તેમજ અકસ્માતનો ખતરો વધી ગયો છે.
અંડરબ્રિજ જયારે બન્યો ત્યારે ફક્ત ચાલતા રાહદારીઓ જ તેનો ઉપયોગ કરતા હતા બાદમાં નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડનું કામ હાથ ધરાતા તેમાં વાહનોને પણ પ્રવેશ મળ્યો હતો.જોકે વધી રહેલા શહેરીકરણને કારણે આ અંડરબ્રિજ હવે સાંકડો પડી રહ્યો છે જેને કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા અંડરબ્રિજને પહોળો કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખને મળીને અંડરબ્રિજ પાંચ મીટર પહોળો કરવાની રજૂઆત કરી હતી.
અંડરબ્રિજમાં રાહદારીઓ અને વાહનચાલકો મોટી સંખ્યામાં પસાર થયા છે.સાંકડો હોવાથી અહીં ઘણી  વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. આ સંજોગોમાં અંડરબ્રિજ પહોળો કરવામાં આવે પૂર્વની જનતાની માંગણી છે. અહીંથી મોટા વાહનો જેવા ટ્રેકટરો પણ ઘુસતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કલોલ સમાચાર