આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું
કલોલમાં આવેલ સઈજ પીએચસી સેન્ટરમાં મેગા આયુષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પનું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભારતમાં આયુષના ટૂંકા નામથી તબીબી પદ્ધતિની સારવાર કરવામાં આવી રહી છે આયુષમાં આર્યુવેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિધ્ધા અને હોમિયોપથીનો સમાવેશ થાય છે.આ પદ્ધતિઓ દ્વારા તબીબી અને તત્વજ્ઞાન પર આધારિત રોગોને અટકાવવાં તંદૂરસ્ત જીવન જીવવાં અને સ્વાસ્થ્યની પ્રક્રિયાને આગવી રીતે પ્રસ્થાપિત કરવા માટે કામ કરે છે.
આયુષ નિદાન કેમ્પના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સઈજ ગ્રામ પંચાયત તેમજ આસપાસના વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ નિરોગી જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આગેવાન શ્રી પ્રતાપજી ઠાકોર, બોરીસણા ગામનાં સરપંચ શ્રીં ગણપતજી ઠાકોર, શ્રી મંગાજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયત અને તાલુકા/જીલ્લા પંચાયત ના કર્મચારીઓ અને સઇજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યાં હતા.
અહીં ઉપસ્થિત તમામ લોકોને ધારાસભ્યે નિરોગી રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સઈજ પીએચસી ખાતે યોજાયેલ આ ફ્રી આયુષ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ ઘણા બધા હઠીલા રોગોની આયુર્વેદ અને હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી.
કલોલ સમાચાર ઓનલાઈનની એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું ”