કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું

કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું

Share On

કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું


કલોલ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગઇકાલથી હડતાલ શરુ કરી છે. કેટલાય વર્ષોથી તલાટીઓની પડતર માંગણી ન સંતોષાતા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. તલાટી મંડળે કલોલ તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપ્યું હતું.

તલાટીઓએ બે વર્ષ પહેલા જયારે આ પડતર માંગણીઓ સાથે હડતાલ કરેલી ત્યારે સરકારે વાયદો કરેલો કે તમારી માંગો અમે ટુંક સમયમાં પુરી કરી દઇશું અને તેને 1 વર્ષ થવા છતા પણ સરકારે તેમાંથી કોઇ પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાલ પાડી છે.  આ દરમિયાન મોટાભાગના તલાટી મંત્રીઓ ગઇકાલથી હડતાળ પર ચાલ્યા જતા ગ્રામ પંચાયત ખાતે આવતા અરજદારો ને ધક્કા ખાવા નો વારો આવ્યો છે.

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું 

ગાંધીનગર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયેની કામગીરી તથા તા.13/08/22 થી 15/08/2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી તા.02/08/2022 ને મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર