કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની ગંધ, માહિતી આપવાનો સંદતર ઇન્કાર

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની ગંધ, માહિતી આપવાનો સંદતર ઇન્કાર

Share On

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની ગંધ, માહિતી આપવાનો સંદતર ઇન્કાર

BY Prashant Leuva 

કલોલ : કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકોમાં ચર્ચા જામી છે. જેને લઈને એક અરજદાર દ્વારા આરટીઆઈ કરીને વિગત માંગવામાં આવી હતી. જોકે શિક્ષણ શાખાના અધિકારીએ ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય તે હેતુથી અંગત બાબતનું બહાનું ધરીને વિગત આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય માહિતી આયોગમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અપીલની સુનાવણીની તારીખ દર્શાવતું કાગળ છેલ્લા દિવસે અરજદારના ઘેર મોકલવામાં આવતા તેઓ ઉપસ્થિત ન રહેતા રાજ્ય માહિતી આયોગ દ્વારા એકતરફી ચુકાદો આપી દેવામાં આવ્યો હતો.

 

 

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં અનેક પોલમ પોલ ચાલે છે. કલોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં ફરતા હોવા છતાં શિક્ષણ શાખાના અધિકારીઓને તેની જાણ હોતી નથી અથવા આંખ આડા કાન કરતા હોય છે. કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં શિક્ષકો અને કર્મચારીઓની માહિતી માંગવામાં આવી હતી પરંતુ પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જશે તેવા ડરને કારણે માહિતી અધિકારી દ્વારા માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં વર્ષ 2014 થી 2023 સુધી નિમણૂક પામેલ હંગામી, કાયમી ચાર્જમાં આવેલ કર્મચારી વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ ચાલુ છે, તેમના વિરુદ્ધ કોઈ અરજી કે ફરિયાદ થયેલી છે તેની વિગત માંગવામાં આવી હતી પરંતુ તેને આપવાનો નનૈયો ભણી દેવાયો હતો. આ ઉપરાંત હંગામી, કાયમી ચાર્જમાં આવેલ કર્મચારી માટે નિભાવેલા રજીસ્ટરની પ્રમાણિત નકલ પણ આપવામાં આવી નથી.

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં સરકારી નિમણૂક સિવાય કામ કરતા કર્મચારીની વિગત તેમજ કર્મચારીને કયા નિયમના આધારે રાખવામાં આવેલ છે અને તેમનો પગાર કઈ રીતે કયા હેડ પર ખર્ચ કરીને કરવામાં આવે છે તેની માહિતી પણ આપવામાં આવી નથી એટલે સ્પષ્ટ થાય છે કે આ મામલે ગોલમાલ થઈ શકે તેમ છે. કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખા સરકારી ગ્રાન્ટના બેંક સ્ટેટમેન્ટની નકલ પણ આપી શકી નથી.

આ ઉપરાંત 2019 થી 2023 સુધી શિક્ષકોને ચૂકવેલ પુરવણી બિલ, એલટીસી બિલ તેમજ પગાર કરેલ શિક્ષકોની સંખ્યા, પગાર ન કરેલ શિક્ષકોની સંખ્યા તેમજ પગાર ના કરવાનું કારણ આપી શકી નથી. મહત્વની વિગત એ છે કે કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં વર્ષ 2014 થી 2023 સુધી બેક એકાઉન્ટ સિવાય ચૂકવેલ પગારમાં કર્મચારીના નામ અને ફરજ સ્થળ પણ બતાવી શકી નથી. વધુમાં પુરવણી બિલમાં શિક્ષક, શાળા, શાળાનો જાવક નંબર, તાલુકાના રજીસ્ટરમાં નોંધેલ તારીખ, બિલ ચૂકવેલ તારીખ, બિલ ચૂકવેલ ન હોય તો ન ચૂકવવાનું કારણ પણ માહિતી શિક્ષણ શાખા પાસે નથી.

કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં 2020 થી 2023 સુધી નિભાવેલ જાવક રજીસ્ટરની પણ શિક્ષણ શાખા નકલ આપી શકી નથી. આ ઉપરાંત કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખાને સી.સી.સી વેરિફિકેશન કરેલ શિક્ષકોની સંખ્યાની પણ જાણ નથી તેમજ તેમાંથી ખોટા સર્ટી રજૂ કરનાર શિક્ષકો અંગેની માહિતી તેમજ તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરી તેની પણ અધિકારીને જાણ નથી. આમ જે સવાલ અને જે માહિતીથી કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખાનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે તેને શિક્ષકો અને કર્મચારીઓની અંગત માહિતી ગણાવીને જાહેર કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે જેથી આ કચેરીમાં ભ્રષ્ટાચારની બૂ મજબૂત બની છે.

RTI ભ્રષ્ટાચાર સામે લડવાનું શક્તિશાળી હથિયાર 

ગુજરાત રાજ્ય માહિતી આયોગે Central Board Of Secondary Education And anr. V Aditya Bandopadhyay And Ors માં 09-08-2011ના ચુકાદાના ફકરા નંબર 37ને ધ્યાને લીધો છે પરંતુ તેને સંપૂર્ણ વાંચ્યો નથી. ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “જાહેર સત્તામંડળના સ્ત્રોતો અપ્રમાણસર વપરાય તેવી વિસ્તૃત માહિતી પુરી પાડવાની રહેતી નથી. ” જોકે અહીં માહિતી માંગવામાં આવેલ કુલ 34 મુદ્દાઓમાંથી એક પણ મુદ્દાનો જવાબ આપવામાં આવેલ નથી. આ પ્રશ્નોમાંથી અમુક તો એવા છે જેનો સીધો અને સરળ ઉત્તર આપી શકાયો હોત.

 

Central Board Of Secondary Education And anr. V Aditya Bandopadhyay And Ors માં 09-08-2011ના ચુકાદાના ફકરા નંબર 37ની શરૂઆતમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

37. The right to information is a cherished right. Information and right to information are intended to be formidable tools in the hands of responsible citizens to fight corruption and to bring in transparency and accountability. The provisions of RTI Act should be enforced strictly and all efforts should be made to bring to light the necessary information under clause (b) of section 4(1) of the Act which relates to securing transparency and accountability in the working of public authorities and in discouraging corruption.

 

આરટીઆઈ એક મૂલ્યવાન અધિકાર છે. આરટીઆઈ જવાબદાર નાગરિકોના હાથમાં રહેલું ભ્રષ્ટાચાર સામે લડવા અને પારદર્શકતા તેમજ જવાબદારી માટેનું શક્તિશાળી હથિયાર છે. આરટીઆઈના નિયમો કડક રીતે લાગુ કરવા જોઈએ અને જરૂરી જાણકારીને બહાર લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ જે જાહેર સત્તામંડળોની કામગીરીમાં પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા તેમજ ભ્રષ્ટાચારને ડામવાથી સંબંધિત છે.

 

કર્મચારીની નિમણુંક, બદલી અને બઢતીને લગતી માહિતી અંગત માહિતી ન હોય તે આપવાની ના પાડી શકાય નહીં : કેરળ હાઈકોર્ટ

 

એક અરજદારે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરી જાહેર માહિતી અધિકારી પાસેથી કેનેરા બેન્કના કારકુન વર્ગના કર્મચારીઓની નિમણુંક, બદલી અને પ્રમોશન વગેરે સંબંધી માહિતી માંગેલ હતી. જાહેર માહિતી અધિકારીએ અરજદારને જણાવેલ કે તમોએ માંગેલ માહિતી માહિતી અધિકાર અધિનિયમની કલમ-8(1)(e ) અને 8(1)(j) મુજબ જાહેર કરવામાંથી મુક્તિ કેટેગરીમાં આવતી હોય આ માહિતી આપવાની રહેતી નથી.

આ બાદ અરજદાર અપીલ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી હતી પરંતુ અરજદારની પ્રથમ અપીલ નામંજૂર કરવામાં આવી હતી જેથી અપીલ અધિકારીના નિર્ણયથી નારાજ અરજદારે કેન્દ્રીય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. આયોગે અપીલ અધિકારીનો નિર્ણયના મંજૂર કરી માહિતી આપવાનો બેંકની હુકમ કર્યો હતો, જેથી કેન્દ્રીય માહિતી આયોગના હુકમ સામે બેંકે નામદાર હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી આયોગનો હુકમ રદ દાખલ કરવા દાદ માંગી હતી.

કેરાલા હાઇકોર્ટની કોચી બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે અરજદારે માંગેલ બેંકના કર્મચારીઓની નિમણૂક બદલી અને બડે તેને લગતી માહિતી કાયદાની કલમ 8(1)(j) જે મુજબ અંગત માહિતી કહી શકાય નહીં જો માહિતીને અંગત માહિતી ગણવામાં આવે તો તે કાયદાના મૂળ હેતુનું એન્કાઉન્ટર કરશે એટલું જ નહીં પણ જો આ માહિતીની અંગત માહિતી ગણવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખાસ કરીને ભ્રષ્ટાચાર અથવા ગેર વર્તણુક સંબંધી માહિતી કોઈને મળી શકશે નહીં. માહિતી અધિકારનો કાયદો આ સિદ્ધિ હાંસલ કરવા માટે કાળજીપૂર્વક ઘડવામાં નથી આવ્યો.

આમ કર્મચારીની નિમણુંક, બદલી અને બઢતીને લગતી માહિતી અંગત માહિતી ન હોય તે આપવાની ના પાડી શકાય નહીં તેવું કોચી બેન્ચના ન્યાયાધીશ એચ.એલ દત્તુ અને ટી. શંકરનની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું.

શિક્ષકોના વિદેશ પ્રવાસ અંગે અધિકારી અજાણ 

કલોલ તાલુકામાં શિક્ષકોના વિદેશ પ્રવાસ અંગે અગાઉ પણ વિવાદ સર્જાઈ ચુક્યો છે. આ અંગે રાજ્ય કક્ષાએ પણ મોટો હોબાળો થઇ ચુક્યો છે. કલોલ તાલુકાની શિક્ષણ શાખામાં વર્ષ 2019થી 2023 સુધી વિદેશ પ્રવાસમાં ગયેલ શિક્ષકોની સંખ્યા, વિદેશ પ્રવાસમાં ગયેલ રાજા મંજુર કરેલ શિક્ષકોની વિગત તેમજ વિદેશ પ્રવાસથી પરત ન આવેલ શિક્ષકોની વિગત અંગે આરટીઆઈ કરવામાં આવી હતી. જોકે કલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખા આ મામલે સદંતર અજાણ હોય તેમ લાગી રહ્યું છે. શિક્ષણ શાખા આ બાબતે જણાવે છે કે સમગ્ર વિગત શિક્ષકોની અંગત માહિતી હોવાથી આપી શકાય નહીં. શિક્ષણ શાખા પોતાના અધિકારી,શિક્ષકો અને કર્મચારીઓને બચાવવા માટે અંગત માહિતીનો આશરો તો લઇ રહી નથી ને તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.

કલોલ સમાચાર