કલોલ તાલુકા પોલીસે પાંચ સ્થળે રેડ કરી ફક્ત 280 રૂપિયાનો દારૂ પકડ્યો 

કલોલ તાલુકા પોલીસે પાંચ સ્થળે રેડ કરી ફક્ત 280 રૂપિયાનો દારૂ પકડ્યો 

Share On

તાલુકા પોલીસે  280 રૂપિયાનો દારૂ પકડ્યો

કલોલ તાલુકા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ રેડ કરીને દારૂ પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા તાલુકામાં પાંચ સ્થળોએ રેડ કરીને 280 રૂપિયાનો દારૂ પકડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે.  વિવિધ ગામોમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ધમાસણાના વિનુજી ઠાકોરના  ત્યાં પોલીસે રેડ કરીને  80 રૂપિયાની કિંમતનો ચાર લીટર દારૂ પકડીને જપ્ત કર્યો છે. તેમજ આરોપી મળી ના આવતા તેની પર પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.  છત્રાલ ખાતે રંજનબેન વિષ્ણુભાઈ વાઘેલા ગલ્લામાં દારૂનું વેચાણ કરે છે. તેવી બાતમી મળતા પોલીસ ત્રાટકી હતી. અહીંથી પોલીસે 40 રૂપિયાનો બે લીટર દેશી દારૂ પકડ્યો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત શોભાસણના વેચાતઈ ઠાકોર પાસેથી પોલીસે 40 રૂપિયાનો 2 લીટર દારૂ પકડ્યો હતો અને વેચાતજી સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આરસોડીયા ગામના ફુલચંદ પરામાં એક વ્યક્તિ દેશી દારૂનું વેચાણ કરે છે તેવી માહિતી મળતા પોલીસ ત્યાં ત્રાટકી હતી અને અહીંથી પણ 40 રૂપિયાનો બે લીટર દારૂ પકડ્યો હતો. અહીં દારૂ વેંચતા રામાજી ચેલાજી  ઠાકોર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી.વધુમાં પલિયડમાંથી પોલીસે 80 રૂપિયાનો ચાર લીટર દારૂ પકડીને જગાજી મફાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
આમ પોલીસ ફક્ત 40 અને 80 રૂપિયાનો દારૂ પકડીને નાની માછલીઓ પર કેસ કરી રહી છે પરંતુ દારૂના અડ્ડાઓ ચલાવતા મોટા મગરમચ્છો હજુ દેખાઈ રહ્યા નથી તેમ લાગી રહ્યું છે. જો એ લોકોને પકડવામાં આવે તો નાના બુટલેગરો ધંધો કરતા જ બંધ થઇ જશે તેમ લોકો માની રહ્યા છે.

કલોલ સમાચાર