કલોલ : વર્ધમાનનગરના ડોકટરોને હાઇકોર્ટનું તેડું,જાણો કેમ ?
કલોલના વર્ધમાન નગરમાં રહીશો અને તબીબો ફરી આમને સામને આવી ગયા છે. સ્થાનિક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે ડોકટરો, ગુજરાત સરકાર. ચીફ ઓફિસર, કલેકટર અને પ્રાંત અધિકારીને કોર્ટમાં તેડાવ્યા છે.
વર્ધમાનનગર રહેણાંક વિસ્તાર હોવા છતાં તબીબો વાણિજ્યિક પ્રવુતિ કરી રહ્યા હોવાથી રહીશોમાં રોષ ફેલાયો છે. વર્ધમાન નગરના રહેણાંક વિસ્તારમાં 1100 જેટલા મકાનોમાં પાંચ હજાર લોકો વસવાટ કરે છે. અહીની 25થી વધુ હોસ્પિટલોને કારણે સ્થાનિકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે.
આ વિસ્તારમાં હોસ્પિટલોને કારણે પાણી,ગટર,ટ્રાફિક,પાર્કિંગ સહીતની સમસ્યાઓ ઘર કરી ગઈ છે.કલોલમાં રહેણાંક વિસ્તારમાં હોસ્પિટલોની આડેધડ મંજૂરીઓને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાયું છે. હોસ્પિટલો પાસે પોતાનો સ્વતંત્ર પાણીનો બોર નથી. આ દવાખાનાઓ બેફામ પાણી વાપરે છે જેને કારણે આસપાસની સોસાયટીમાં પાણી પણ પૂરતા પ્રેશરથી પહોંચતું નથી. જેને કારણે હેરાન પરેશાન નાગરિકે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.