કલોલનો સમાવેશ સેટેલાઇટ ટાઉનમાં કરાશે, જાણો સેટેલાઇટ ટાઉન એટલે શું ?

કલોલનો સમાવેશ સેટેલાઇટ ટાઉનમાં કરાશે, જાણો સેટેલાઇટ ટાઉન એટલે શું ?

Share On

કલોલનો સમાવેશ સેટેલાઇટ ટાઉનમાં કરાશે, જાણો સેટેલાઇટ ટાઉન એટલે શું ?

 

કલોલ શહેર ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. શહેરના સીમાડા વિસ્તરી રહ્યા છે. કલોલને અડીને આવેલા ત્રણ ગામડાઓને નગરપાલિકામાં ભેળવવાની કવાયત ચાલી રહી છે. આ સંજોગોમાં સરકાર દ્વારા કલોલને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કલોલ ઉપરાંત સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદને પણ સેટેલાઇટ ટાઉનનો દરજ્જો આપવામાં આવી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સીટી તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ બંને શહેરોનો વિકાસ થતા મોટાભાગની જનસંખ્યા આ શહેરોમાં વસવાટ કરવા માટે માઈગ્રેટ થઇ રહી છે. ગાંધીનગર અને અમદાવાદમાં આ કારણે વસ્તી ગીચતા વધી ગઈ છે જેથી આટલી બધી જનસંખ્યા હોવાથી સર્વસમાવેશી વિકાસ શક્ય નથી.
આ કારણે હવે ગાંધીનગર અને અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનને અડીને આવેલ નગરપાલિકા લેવલના શહેરોને વિકસાવવામાં આવશે. મોટા શહેરોમાં જે સુખ સુવિધા હોય, વિકાસના કામ થતા હોય તે તમામ કામ સેટેલાઇટ ટાઉનમાં પણ થશે. જેથી તેમનું માઈગ્રેશન અટકે અને સારું જીવનધોરણ અપનાવી શકે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત પણ મોકલવામાં આવી છે. સેટેલાઇટ ટાઉન બનતા કલોલ શહેરનો વિકાસ ઝડપથી થઇ શકે તેમ છે.

કલોલ સમાચાર