કલોલનો ચકચારી બનાવ : મહિલાનું બપોરે અપહરણ, સવારે છુટકારો,રહસ્ય ઘેરું બન્યું

કલોલનો ચકચારી બનાવ : મહિલાનું બપોરે અપહરણ, સવારે છુટકારો,રહસ્ય ઘેરું બન્યું

Share On

મહિલાનું બપોરે અપહરણ, સવારે છુટકારો

કલોલમાં મહિલાના અપહરણનો ચકચારી બનાવ બન્યો છે. પંચવટી રહેતા એક શિક્ષિકાને તેમના જ ઘરમાં બપોરે ત્રણ વાગ્યે બંધક બનાવી દેવાયા હતા. આ બાદ સાંજે 7 વાગ્યે તેમને કિડનેપર્સ કારમાં બેસાડી  બહાર લઇ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે કિડનેસપર્સએ મહીલાને છોડી દીધા હતા. સમગ્ર ઘટના પાછળ કોઈ ભેદી રહસ્ય હોવાનું જણાઈ રહ્યું છે.

મહિલાએ પોતાના અપહરણ-બંધક બનાવવા બાબતે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.  પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં રહેતા આ મહિલા મહેસાણાની એક સ્કુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ અનુસાર બપોરે ત્રેણ વાગ્યે  પાંચ વ્યક્તિઓ તેમના ઘરમાં ઘુસી ગયા હતા.દરવાજો બંધ કરીને અલ્કાબેનનાં હાથ-પગ બાંધી દઇને મો-માં કપડુ ભરાવી દઇને સેલોટેપ મારી દીધી હતી અને માથા પર પણ કાળી ટોપી પહેરાવી દીધી હતી.

આ બાદ સાંજે 7 વાગ્યે ઘરની બહાર લઇ ગયા હતા. તેમને એક કલાક બાદ મેદાનમાં છોડી દેવાયા હતા, આ બાદ ફરી ચાર કલાક તેમને બેસાડી રખાયા હતા. સવારે ચાર વાગ્યે તેમનો છુટકારો  થયો હતો. આરોપીઓ તેમના શરીર અને ઘરમાં રહેલ દાગીના પર હાથ પણ નહોતી લગાવ્યો. આ કેસ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવાઅહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાઅહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર