કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત 

કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત 

Share On

કલોલ : જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા જતા યુવકનું ડૂબવાથી મોત

કલોલની જાસપુર કેનાલ ગોઝારી સાબિત થઇ રહી છે. કલોલના ફ્રોચ્યુંન એમ્પાયરનો એક યુવક સેલ્ફી લેવા જતા પગ લપસી ગયો હતો. પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કલોલના ફોર્ચ્યુન એમ્પાયરમાં રહેતો રાકેશ પટેલ પોતાના મિત્રો સાથે જાસપુર કેનાલ ગયો હતો. અહી સેલ્ફી લેવા દરમિયાન તેનો પગ લપસ્યો હતો. પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ કલોલ તાલુકા પોલીસને થતા તે દોડી આવી હતી. મૃતકની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જુવાનજોધ દીકરાના મૃત્યુથી પરિવાર આભ ફાટી પડ્યું હતું.
( કલોલ સમાચાર સૂચન કરે છે ” સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ન ગુમાવો, ઘરે કોઈ તમારી રાહ જુવે છે, સલામત રહો “)

કલોલ સમાચાર