રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીના રહીશોએ કલોલ નગરપાલિકામાં ઘુસીને હોબાળો મચાવ્યો હતો.વર્ષોથી રોડ રસ્તાની માંગ કરી હોવા છતાં હજુ સુધી રોડ ન બનતા ચોમાસા દરમિયાન લોકોને નીકળવામાં હાલાકી પડી રહી હતી. તેમ છતાં પાલિકા દ્વારા રોડ રસ્તા ન બંધાતા લોકોએ આખરે નગરપાલિકામાં આવી વિરોધ નોંધાવ્યો હતો.
બળિયા ફાટક પાસે આવેલ રામનગર સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી.સતત રજૂઆત છતાં તેને સાંભળવાને બદલે નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવે છે. હાલ ચોમસા દરમિયાન આ સોસાયટીમાં જબરદસ્ત કાદવ કીચડ થયો છે જેને કારણે રહીશો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી.
કલોલના સામાજિક કાર્યકરની સતર્કતાના કારણે મોટી જાનહાનિ થતા બચી
કાદવને કારણે અકસ્માત થવાનો ખતરો પણ રહેલ છે. વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહેલ રામનગરના રહીશો આજે ટોળા સાથે કલોલ નગરપાલિકામાં ધસી ગયા હતા. જ્યાં હાજર રહેલા પાલિકાના પદાધિકારીઓએ રસ્તો બાંધવાનીની તૈયારી દાખવતા મામલો થાળે પડ્યો હતો.


