કલોલની સિંટેક્સને આ કંપનીએ 1251 કરોડમાં ખરીદી, રિલાયન્સ રેસમાંથી બહાર

કલોલની સિંટેક્સને આ કંપનીએ 1251 કરોડમાં ખરીદી, રિલાયન્સ રેસમાંથી બહાર

Share On

‘દરેક કાળી ટાંકી સિન્ટેક્સ નથી હોતી’, આ સ્લોગન તો તમે અનેક વાર સાંભળ્યું હશે. ભારતના દરેક ઘરની પાણીની કાળી ટાંકીની ઓળખ સમાન બની ગયેલ કંપની સિન્ટેક્સની નાદારી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે. વોટર ટેન્ક બનાવતી કંપનીની માલિકી હવે બદલાઈ ગઈ છે. વેલસ્પન ગ્રુપે પાણીની ટાંકી કંપની સિન્ટેક્સને રૂ. 1251 કરોડમાં ખરીદી લીધી છે.
વેલસ્પન ગ્રુપે ગુરુવારે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે વેલસ્પને બિલ્ડિંગ મટિરિયલ્સ પોર્ટફોલિયોને વિસ્તારવાની યોજનાના ભાગરૂપે સિન્ટેક્સને ખરીદી છે.


સિન્ટેક્સ ઘણા દાયકાઓથી પાણીની ટાંકીઓ અને અન્ય પ્લાસ્ટિક ઉત્પાદનો માટે દેશભરમાં જાણીતું નામ છે. તેનું વિતરણ નેટવર્ક પણ મજબૂત છે. આ હસ્તાંતરણ સાથે વેલસ્પન હવે વધુ ઘરો સુધી પહોંચશે. વેલસ્પન ગ્રુપના જણાવ્યા અનુસાર કંપનીની B2C વ્યૂહરચના હેઠળ આ એક મોટો સોદો છે.

વેલસ્પનના ચેરમેન બાલકૃષ્ણ ગોએન્કાનું કહેવું છે કે કંપની તેના બિલ્ડીંગ મટીરીયલ પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે અને અલગ-અલગ બિઝનેસમાં દેશભરમાં તેની સ્થિતિ મજબૂત કરવાની વ્યૂહરચના બનાવી રહી છે, આ દિશામાં સિન્ટેક્સની ખરીદી મહત્વપૂર્ણ છે. સિન્ટેક્સ પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.

કલોલ સમાચાર