કલોલના રકનપુરથી બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

સાંતેજ પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણ ની ફરિયાદ નોંધાઈ હતી.અપહરણકર્તા રાજસ્થાનના પાલીમાંથી ઝડપાયો હતો.રકનપુરમાં રહેતા કિરણ મકવાણાની એક વર્ષની પુત્રીનું પાડોશમાં રહેતા રામસિંહે અપહરણ કર્યું હતું અને રાજસ્થાન લઇ ગયો હતો. જેથી અહીં બેબાકળા બનેલા પરિવારજનોએ શોધખોળ આદરી હતી છતાં બાળકી મળી આવી નહોતી. આ દરમિયાન રાજસ્થાનના પાલી પોલીસ સ્ટેશનમાંથી કિરણભાઈ પર ફોન આવ્યો હતો. રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે રામસિંહ અને એક બાળકી મળી આવેલ છે. જેથી તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આરોપી તેમજ બાળકીને લઇ જઈ શકો છો. ત્યારબાદ બાળકીના પિતાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં રામસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
કલોલ તાલુકાના રકનપુર ગામમાં બાળકીના અપહરણનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. રકનપુરમાં ભાડે રહેતા કિરણ મકવાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિવારમાં પત્ની અને એક બાળકી છે. આસપાસ રહેતા લોકો બાળકીને અવાર નવાર રમાડવા લઈ જતા હોય છે. મંગળવારના રોજ સાંજે તેમની પાડોશમાં રહેતો રામસિંહ નામનો વ્યક્તિ બાળકીને રમાડવા લઈ ગયો હતો. રામસિંહ કલાકો સુધી બાળકીને પરત મુકવા ન આવતા તેમને શંકા જતા રામસિંહના ઘરે તેમજ આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી.જોકે તેમને સફળતા ન મળતા રકનપુર, ભાડજ અને સાંતેજ વિસ્તારમાં બાળકીની મોડી રાત સુધી શોધખોળ કરી હતી તેમ છતાં તેઓ મળી આવ્યા ન હતા. મોડી રાત થઈ ગયેલ હોવાથી કિરણભાઈએ પોલીસને જાણ કરી નહોતી.
બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે રાજસ્થાનના પાલી પોલીસ સ્ટેશનમાંથી મકાન માલિક કિશનભાઇના મોબાઈલ ઉપર ફોન આવેલ અને જણાવવામાં આવ્યું હતું કે એક છોકરી અને રામસિંહ નામનો માણસ મળી આવેલ છે પોલીસ પૂછપરછમાં રામસિંહને જણાવેલ કે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રતનપુર ગામેથી છોકરીને અપહરણ કરીને લાવેલ છે તેમજ રામસી પાસેથી મકાન માલિક નો નંબર મળી આવેલ તેથી તમને જાણ કરીએ છીએ જે તે પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ આપી બાળકી તથા આરોપીને લઈ જઈ શકો છો.
કલોલમાં સફાઈ બાબતે દુર્લક્ષ સેવવામાં આવતા રોગચાળો વકરવાનો ભય

